Tuesday, September 21, 2021
Homeનડિયાદ : ગુજરાત બટાલિયન NCC દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
Array

નડિયાદ : ગુજરાત બટાલિયન NCC દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

26 જુલાઈ એટલે કારગીલ વિજય દિવસ. 22 વર્ષ પહેલાં આ દિવસે પાકિસ્તાન સામે કારગીલ પર યુધ્ધ લડી આપણા દેશના સૈનિકોએ વીર શહાદત વ્હોરી હતી. આ દિવસને કેમ કરી ભુલાય, નડિયાદમાં 28 ગુજરાત બટાલિયન NCC દ્વારા આ દિવસ નિમિત્તે વીર જવાનોને અનોખી શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ છે. રક્તદાન શિબિરનું આયોજન કરી આ દિવસ મનાવવામાં આવ્યો છે.

28 ગુજરાત બટાલિયન NCC નડિયાદ દ્વારા કારગીલ વિજય દિવસ મનાવ્યો છે. નવ નવ દિવસો સુધી આપણાં વીર જવાનોને પાકિસ્તાન સાથે યુદ્ધ લડી કારગીલ ઉપર ભવ્ય વિજય મેળવ્યો હતો. જેમાં દેશના કેટલામ વીર જવાનો શહીદ થયા હતા. આ દિવસની યાદમાં ઉપરોક્ત સંસ્થા દ્વારા જે. એન્ડ. જે. સાયન્સ કોલેજના કેન્ટીન ખાતે રક્તદાન શિબિરનું આયોજન કર્યુ છે.

રક્તદાન એ મહાદાન છે, કોઈને નવુ જીવન બક્ષે છે. આ રક્તદાન શિબિરને મુખ્ય દંડક પંકજ દેસાઈએ ખુલ્લી મુકી હતી. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નડિયાદ થકી આ કેમ્પનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન હસમુખ પટેલ, 28 ગુજરાત બટાલિયન NCCના કમાન્ડિંગ ઓફીસર કર્નલ એન. એસ. સિધ્ધુ, એડમ ઓફીસર લેફ. કર્નલ એસ. એસ. નેગી, બલ્ડ બેંકના ઈન્ચાર્જ નિકેશ વૈધ, NCC ઓફિસર એસ. એમ. અમીન અલી, મેજર લલિત ચાવડા, સેકન્ડ ઓફીસર એસ. એસ. ભાવસાર સહિત NCCના અધિકારીઓ અને કેડેટ્સો હાજર રહી રક્તદાન કરી વીર શહીદોને સાચી શ્રદ્ધાંજલિ અર્પી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments