Tuesday, September 21, 2021
Homeનડિયાદ : પરિણીતાએ સાસરીયના ત્રાસથી આપઘાત કર્યાનો આક્ષેપ
Array

નડિયાદ : પરિણીતાએ સાસરીયના ત્રાસથી આપઘાત કર્યાનો આક્ષેપ

મહુધા તાલુકાના નંદગામમાં થોડા દિવસો પહેલા મોતને વ્હાલુ કરનાર પરણીતાને સાસરીયાઓ હેરાન કરતા હોવાના આક્ષેપ થયા છે. જેમાં પરણીતા પાસે પૈસા અને ભેંસ સહિત અનેક માગણીઓ કરી માનસિક ત્રાસ આપતા હોવાનુ ફરિયાદમાં જણાવ્યુ છે.

કઠલાલ તાલુકાના સીંઘોડીયાની દિકરીના લગ્ન મહુધા તાલુકાના નંદગામ રહેતા રાહુલભાઇ અરવિંદભાઇ પરમાર સાથે થયા હતા. પરણીતાને થોડો સમય સાસરીયાઓ દ્વારા સારી રીતે રાખવામાં આવી હતી. પરંતુ છેલ્લા છ મહિનાથી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. જેમાં પરણીતા પાસે ભેંસ અને પૈસાની માંગણી કરતા હતા. પિયરમાંથી પરણીતાને ભેંસ અને પૈસા પણ આપવામાં આવ્યા હતા. તેમ છતા પરણીતાના પતિ અને સાસુ વધુ માંગણી કરી મેણા ટોણા મારતા હતા. આખરે કંટાળી જઇ ગત તા.૧૯ જૂલાઇના રોજ પરણીતાએ પોતાના ઘરે આપઘાત કરી જીવન ટુકાવ્યુ હતુ. આ બનાવ અંગે મૃતક પરણીતાના પિતા અંબાલાલ પ્રતાપભાઇ પરમારે મહુધા પોલીસ મથકે રાહુલભાઇ અરવિંદભાઇ પરમાર (મૃતકના પતિ) અને ગલીબેન અરવિંદભાઇ પરમાર (મરણ જનારની સાસુ) વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે મહુધા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments