Monday, September 20, 2021
Homeનડિયાદ : સરકારી જમીનમાંથી ગેરકાયદે રસ્તા બનાવવાની તજવીજ
Array

નડિયાદ : સરકારી જમીનમાંથી ગેરકાયદે રસ્તા બનાવવાની તજવીજ

ખેડા જિલ્લા હોમ ગાર્ડઝદળની માલિકીની સરકારી જમીનમાંથી બે-બે ગેરકાયદેસર રસ્તા બનાવવાનુ કારસ્તાન સામે આવ્યુ છે. જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડર દ્વારા જિલ્લા સમાહર્તાને લેખિતમાં જાણ કરી રસ્તો ન બનાવવા અપીલ કરાઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મહુધા તાલુકાના મંગળપુર તાબે હોમગાર્ડઝ દળની માલિકીની જમીન આવેલી છે. આ જમીનની મધ્યમાં થઇને સરકારી તંત્રને ગેરમાર્ગે દોરીને બે-બે પાકા ડામર રોડ બનાવવા માટે મેટલ પાથરી દેવામાં આવ્યા છે. આ વરસો જૂની જમીન હોમગાર્ડઝદળની માલિકીની છે. આ સ્થળ પર હોમગાર્ડઝ દળનું મોટુ સુવિધાસભર તાલીમ કેન્દ્ર બનાવવાનુ સરકારનુ આયોજન છે. પણ હાલમાં કોરોના મહામારી દરમ્યાન પરિસ્થિતીને ધ્યાને લઇ તે શક્ય બની શકે તેમ નથી.

આ તાલીમ કેન્દ્રની વિશાળ જગ્યાને પડાવી લેવા માટે ગામના જ કેટલાક વ્યક્તિઓ દ્વારા ખેડુતોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા અને તેમને આ જમીનમાં થઇને એમ.એમ.જી.એલ.વાય યોજના મૂજબ રસ્તો લઇ જવાની લાલચ આપી હતી. જે મુજબ સરકારી તંત્રને ગેરમાર્ગે દોરીને મેટલ પાથરી દેવામાં આવ્યા છે. આ બનાવ અંગે જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડર મહેશભાઇ મહેતાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ આ બનાવની જાણ થતા તેમને જિલ્લા સમાહર્તા, મામલતદાર, સરપંચ, તલાટીને ગત તા.૧૬-૦૭-૨૦૨૧ ના રોજ લેખીતમાં જાણ કરી રસ્તો નહી બનાવવા રજૂઆત કરી છે. વળી તેમણે ઉમેર્યુ હતુ કે આ સંદર્ભે રસ્તો બનાવવાની કાર્યવાહી ગ્રામજનોના દબાણથી હાથ ધરાશે તો જિલ્લા હોમગાર્ડઝ દળ દ્વારા કોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments