નડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર

0
0

નડિયાદના કેરીઆવી પાસેની કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર જાગી છે. પોલીસે બનાવ સ્થળે દોડી જઈ ફાયરબ્રિગેડની મદદથી તણાઈ આવેલા અજાણ્યા પુરુષના મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢી તેના વાલી વારસોની શોધખોળ આદરી છે.

નડિયાદ તાલુકાના કેરીઆવી સીમ વિસ્તારમાંથી પસાર થતી કેનાલના પાણીમાં સોમવારે સવારે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ તણાઈ આવ્યો છે. આસપાસના લોકોને આ ઘટનાની જાણ થતાં નહેર નજીક લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. જેમાંથી એક વ્યક્તિએ નડિયાદ ગ્રામ્ય પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસે નડિયાદ ફાયરબ્રિગેડની મદદ મેળવી કેનાલના પાણીમાંથી આ પુરુષના મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે આ બનાવમાં અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. સાથે સાથે તેના વાલી વારસોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ મરનાર આશરે 40થી 45 વર્ષના આશરાનો પુરૂષ હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here