નડિયાદ : છેલ્લા બે વર્ષથી બેકાર બેઠેલા શહેરના સ્કૂલ વાન ચાલકોને અનાજની કીટ આપવામાં આવી

0
0

કોરોનાના કપરા કાળમાં સૌ કોઈની હાલત કફોડી બની ચૂકી છે. ત્યારે છેલ્લા બે વર્ષોથી બેકાર બની બેઠેલા સ્કૂલ વાન ચાલકોને બે છેડા ભેગા કરવા મુશ્કેલી પડી રહી છે. પરિવારનું ગુજરાન ચલાવવું ઘણું કઠીન બન્યું છે. નડિયાદમાં આવા 100 જેટલા સ્કૂલ વાન ચાલકોના વહારે નડિયાદની એક સ્વૈચ્છીક સંસ્થાએ આગળ આવી માનવતાભરી કામગીરી કરી છે.

શહેરમાં સિનિયર સિટીઝન માટે કાર્યરત વ્યસ્ક યુગલ મંડળ, કોલેજ રોડ દ્વારા સરાહનીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. આ સંસ્થા દ્વારા કોરોનામાં છેલ્લા બે વર્ષથી બેકાર બેઠેલા શહેરના સ્કૂલ વાન ચાલકોને અનાજની કીટ આપવામાં આવી છે. આ કીટમાં 5 કીલો ઘઉંનો લોટ, 5 કીલો ચોખા, 2 કીલો મોરસ, 1 કીલો મીઠું, 1 કીલો મગદાળ, 1 કીલો ગોળ,1 લીટર તેલ, 500 ગ્રામ તુવેર દાળ, 500 ગ્રામ મરચું, 500 ગ્રામ હળદર, 250 ગ્રામ ચ્હા, 500 ગ્રામ ચોખાની પાપડીનો સમાવેશ થાય છે.

આવી 100 કીટ તૈયાર કરી 100 જેટલા સ્કૂલ વાન ચાલકોને વિનામૂલ્યે આપવામાં આવ્યું છે. સંસ્થાના મુખ્ય દાતા કૌશિક અમીન (USA) અને વિરબાળાબેન શાહ (UK)ના સહયોગ થકી આ કીટ અર્પણ કરાઈ છે. સંસ્થાના સંસ્થાપક અંબાપ્રસાદજી મહારાજ, ગોપાલ મહારાજના હસ્તે અનાજ કીટ અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે પ્રમુખ શૈલેષ શાહ, હિતેશ અમીન, ભાસ્કર પટેલ, ગીરીશ શાહ, દિલીપ સોની, હિતેશ દેસાઈ, મહેશ શાહ, યુવા સભ્ય વિરલ શાહ, ચિરાગ કડિયા અને વિશાલ પરીખ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here