Wednesday, October 20, 2021
Homeગુજરાતનડિયાદ : કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓ બાબતે અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું

નડિયાદ : કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓ બાબતે અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું

નડિયાદ ડિવિઝનના કર્મચારીઓએ પોતાની પડતર માગણીઓ બાબતે આજે અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. છેલ્લા કેટલાય સમયથી પ્રશ્નોના ઉકેલ નહી આવતાં કર્મીઓ લાલઘૂમ થયા છે.

એસ.ટી.નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરી રહ્યા છે. જોકે, આ રજૂઆતો બહેરા કાને સંભળાતા લડાયક મૂડમાં આવેલા આ કર્મચારીઓએ આજે અધિક જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. જેમાં કેટલીક માગણીઓ મૂકી છે જેવી કે તેમની માંગણીઓમાં નિગમમાં કંડકટરની કક્ષામાં પગારની વિસંગતતા દુર કરી તાત્કાલીક સાતમાં પગાર પંચમાં સંકલન સમિતિ દ્વારા માંગેલા પે એબનો અમલ કરી ચુકવણું કરવું, નિગમના કર્મચારીઓને કોરોના વોરીયર્સ જાહેર કરી મળવા પાત્ર લાભાલાભો સત્વરે ચુકવવા, ફરજ દરમિયાન અવસાન પામેલા કર્મચારીઓના આશ્રિતોને નોકરી આપવી, નિગમના ફીકસ પગારના કર્મચારીઓને સરકારના ધારા ધોરણ મુજબ પગાર વધારો સરકારના ઠરાવ તારીખથી એરીયર્સ સહીત ચુકવી આપવા.

સાથે સાથે સેટલમેન્ટ કરાર મુજબ વર્ષ 2007-2009ના વાદળી ડાંગરી તેમજ વર્ષ -2009થી આજદીન સુધીના બ્લોક પિરીયડનો ખાખી યુનિફોર્મ તથા વાદળી ડાંગરી આપવી. આ યુનિફોર્મનુ કાપડ આપવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ કર્મચારીના યુનિફોર્મ બાબતના ડીફોલ્ટ કેસ ન કરવા. ફિક્સ પગારના કર્મચારીના અવસાનના કીસ્સામાં તેના આશ્રિત વારસદારને સરકારના ઠરાવ મુજબ લાખ આર્થિક પેકેજનો લાભ આપવો જેવી બાબતનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments