Sunday, September 19, 2021
Homeઅમેરિકા જવાના ઓરતા જોતી નડિયાદની પરિણીતાને NRI પતિનો માર સહન કરવો પડ્યો
Array

અમેરિકા જવાના ઓરતા જોતી નડિયાદની પરિણીતાને NRI પતિનો માર સહન કરવો પડ્યો

પરિવારમાં ઘરેલું પ્રશ્નનોનું નિવારણ ન આવતાં સંબંધોમાં દરાર પડતી હોય છે. નડિયાદમાંથી પણ આવીજ ઘટવા સામે આવી છે. 2018માં લગ્ન થયેલી મહિલાને પતિ સહિત સાસરીયાઓએ દહેજ બાબતે અઢળક ત્રાસ આપતા હતા. પરિણીતા બીમાર હોવા છતાં પતિ માર મારતો હતો. જ્યારે બે વાર અમેરિકાની અવર જવરમાં NRI પરિવાર પુત્રવધુને અમેરિકા લઇ ગયો ન હતો અને બાદમાં સાસરીયાના તમામ લોકો USA સ્થાઈ થઈ ગયા અને પરિણીતા અહીંયા એકલી રહી ગઇ. જેથી પરીણિતાએ નડિયાદ પોલીસ મથકે પોતાના સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

નડિયાદમાં રહેતી મહિલાના લગ્ન વર્ષ 2018માં શહેરના એક NRI યુવક સાથે થયા હતા. લગ્ન બાદ મહિલાના સાસુ, સસરા ઘરના કામ કાજ બાબતે તેને મહેણાં ટોણાં મારતાં હતા. પરિણીતા આ બધુ સહન કરી રહેતી હતી, પરંતુ તેમના વર્તનમાં કોઈ ફેરફાર નહોતો જોવા મળ્યો. જ્યારે વીઝા પુરા થતાં પરિણીતાનો પતિ, સાસુ, સસરા પરિણીતાને પિયરમાં રહેવાનું કહીને અમેરિકા જતાં રહ્યાં હતાં.

ત્યારબાદ ફરી સાસરીવાળા અમેરિકાથી નડિયાદ પાછા ફર્યા હતા. તે સમયે પરિણીતાને ટાઈફોડની બીમાર હોવાથી તે ઘરની બહાર જઈ શકે તેવી સ્થિતિમાં નહોતી. આ સમયે તેના પતિએ તેની સાથે બોલાચાલી કરી હતી. આ ઝઘડો ઉગ્ર બનતા નજીકમાં રહેતા પરિણીતાના મામા સાસુ અને મામા સસરા ત્યાં આવી પહોંચી ‘નવાઈની તુ બીમાર છો’ તેમ કહી તારે બહાર જવું પડશે તેવું કહ્યું હતું.

ત્યારબાદ પરિણીતાનો પતિ, સાસુ, સસરા, દિયર, દેરાણી, મામા સસરા અને મામી સાસુ ભેગા મળીને પરિણીતાને ઘરની બહાર તગેડી મુકી હતી. જે સમયે પરિણીતાએ મહિલા અભયમની મદદ મેળવી હતી. આ બાદ બન્ને વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું.

ત્યારબાદ સાસરીયાના તમામ લોકો USA સ્થાઈ થઈ ગયા છે અને પરિણીતા અહીંયા એકલી હોવાથી તેણની સાથે કોઈ વાતચીત પણ કરતું ન હોવાથી પરિણીતાએ મહિલા પોલીસના પગથિયાં ચઢવા પડ્યા છે. આ અંગે પરિણીતાએ નડિયાદ મહિલા પોલીસ મથકે પોતાના પતિ, સાસુ, સસરા, દિયર, દેરાણી, મામા સસરા, મામી સાસુ એમ કુલ સાત વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 498(A),114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments