Tuesday, October 26, 2021
Homeગોધરા : વતનથી પરત આવી રહેલા મજૂરોને નડ્યો અકસ્માત, 40 ઘાયલ
Array

ગોધરા : વતનથી પરત આવી રહેલા મજૂરોને નડ્યો અકસ્માત, 40 ઘાયલ

ગોધરા પરવડી ચોકડી નજીક લકઝરી બસ પલ્ટી જતા 40 મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. ઉત્તરપ્રદેશથી સુરત જઈ રહેલી બસને ગોધરા-પરવડી ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો. બસ પલટી ખાઈ જતાં સ્થાનિકો સહિત તંત્ર ઘટનાસ્થળે દોડી આવી રાહત બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. દુર્ઘટનામાં 40 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 3ની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, લોકડાઉનને પગલે અનેક પરપ્રાંતિય મજૂરો પોતાના વતને જતા રહ્યા હતા. પરંતુ હવે ધીરે ધીરે માર્કેટ ખૂલતા આ શ્રમિકો કામની આશાએ ગુજરાતમાં પરત ફરી રહ્યાં છે. ત્યારે ગઈકાલે ઉત્તર પ્રદેશથી કેટલાક મજૂરો સુરત તરફ ફરી રહ્યા હતા. મજૂરો એક બસમાં સવાર હતા. પરંતુ બસમાં મંજૂરી કરતા વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા હતા. બસમાં 100 થી વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા હતા. આવામાં ગોધરા પાસે બસે કાબૂ ગુમાવ્યો હતો, અને બસ પલટી ગઈ હતી.

તમામ ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમજ 3 મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments