‘નાગિન 3’ ફૅમ પર્લ વી પુરીના પિતાનું હાર્ટ અટેકથી અવસાન, અધવચ્ચે શૂટિંગ છોડીને એક્ટર આગ્રા ગયો

0
11

‘નાગિન 3’ ફૅમ એક્ટર પર્લ વી પુરીના પિતાનું અચાનક જ અવસાન થયું હતું. કહેવાય છે કે એક્ટરના પિતા વિપિન પુરી કેટલાંક દિવસથી બીમાર હતા અને પછી આજે એટલે કે 15 ઓક્ટોબરના રોજ તેમને હાર્ટ અટેક આવી ગયો હતો. સમાચાર મળતા જ પર્લ શૂટિંગ અધવચ્ચે છોડીને પોતાના હોમટાઉન આગ્રા જવા રવાના થયો હતો.

પર્લ વી પુરી આજકાલ પોતાના અપકમિંગ શો ‘બ્રહ્મરાક્ષસ 2’ના શૂટિંગ માટે મુંબઈમાં હતો. અચાનક પિતાના દુઃખદ સમાચાર મળતા તે આગ્રા ગયો હતો. થોડાં દિવસ માટે આ શોનું શૂટિંગ કેટલાંક દિવસ માટે અટકાવી દેવામાં આવ્યું છે.

એક મહિના પહેલા જ નાનીનું અવસાન થયું

એક્ટર માટે સપ્ટેમ્બર મહિનો ઘણો જ ખરાબ સાબિત થયો હતો, એક્ટરે પોતાની નાનીને ગુમાવ્યા હતા. 25 સપ્ટેમ્બરના રોજ પર્લે એક ઈમોશનલ લેટર શૅર કર્યો હતો. તેણે કહ્યું હતું, ‘તમારા જેવું કોઈ હતું નહીં અને ના ક્યારેય થશે. હંમેશાં તમને કહેતો કે તમે તમારું ધ્યાન રાખો. આજે કહીશ કે તમે હવે અમારા બધાનું ધ્યાન રાખજો. તમારી ઘણી જ યાદ આવશે. તમારા હાથના પરોઠાં અને ચેવડો મોકલાવજો. દુનિયાના સૌથી સારા નાની.’

https://www.instagram.com/p/CFjgvTfjA2e/?utm_source=ig_embed

લૉકડાઉનમાં પરિવારની સાથે હતો

પર્લ વી પુરી લૉકડાઉનમાં પરિવાર સાથે જ હતો. ઓગસ્ટમાં પેરેન્ટ્સની વેડિંગ એનિવર્સરી પણ સેલિબ્રેટ કરી હતી. પરિવાર સાથે સમય પસાર કર્યા બાદ પર્લ મુંબઈમાં શોના શૂટિંગ માટે આવ્યો હતો.

https://www.instagram.com/p/CDoc8MlDJgd/?utm_source=ig_embed

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here