‘બિગ બોસ 14’માં એન્ટ્રી લેવા માટે ક્વોરન્ટીન થયા નૈના સિંહ, શાર્દુલ પંડિત અને અન્ય સભ્ય, સીક્રેટ રૂમમાં લોક રહેશે

0
13

ટીવીનો વિવાદિત રિયાલિટી શો ‘બિગ બોસ 14’ શરૂ થઇ ગયો છે. શોના શરૂઆતથી જ ઓડિયન્સને મનોરંજનનો ડોઝ આપવા માટે શોના એક્સ કન્ટેસ્ટન્ટ્સને પણ બોલાવવામાં આવ્યા છે. આટલું જ નહીં હવે શોને વધુ રોમાંચક બનાવવા માટે ઘરમાં અમુક નવા સભ્યોની પણ એન્ટ્રી થવાની છે જેના માટે મેકર્સે પૂરી તૈયારી કરી લીધી છે.

હાલમાં જ આવેલા પિન્કવીલાના રિપોર્ટ મુજબ બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેવા માટે નૈના સિંહ, શાર્દુલ પંડિત અને રશ્મિ ગુપ્તાને મુંબઈની એક હોટલમાં ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે. આ ત્રણ નવા સભ્યો સાથે હાલની કન્ટેસ્ટન્ટ પવિત્રા પુનિયાનો એક્સ બોયફ્રેન્ડ પ્રતીક સહજપાલ પણ ઘરમાં એન્ટ્રી લઇ શકે છે. જોકે, આ નામ પર હજુ કોઈ કન્ફર્મેશન સામે આવ્યું નથી.

16 ઓક્ટોબરે સલમાન ખાન સાથે મુલાકાત થશે
શોમાં આવનારા બધા નવા સભ્યોને સૌથી પહેલા એક સીક્રેટ રૂમમાં રાખવામાં આવશે ત્યારબાદ 16 ઓક્ટોબરે સલમાન બધા સભ્યોનો પરિચય દર્શકો સાથે કરાવશે. આ બધા નવા કન્ટેસ્ટન્ટની એન્ટ્રી સંપૂર્ણરીતે સિક્રેટ રાખવામાં આવશે. દરેક સભ્યને એક ટાસ્ક દરમ્યાન ઘરમાં એન્ટ્રી મળશે.

નૈના સિંહ ‘સ્પ્લિટ્સવિલા’થી ફેમસ થયા બાદ ટીવી શો ‘કુમકુમ ભાગ્ય’માં દેખાઈ હતી. એક્ટ્રેસે થોડા સમય પહેલાં જ શો છોડ્યો છે. અગાઉના શોમાં ફીઅરલેસ વાતોથી નૈનાએ ઓળખ બનાવી હતી.

View this post on Instagram

Flawed. & (still) worthy.

A post shared by Naina Singh (@nonaberrry) on

તેના સિવાય શાર્દુલ પંડિત ટીવી એક્ટર છે જે ‘બંદિની’ અને ‘કિતની મોહબ્બત હૈ’ જેવા શોમાં દેખાયો હતો. એક્ટર લોકડાઉન દરમ્યાન ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે કામ ન મળવાને કારણે તેણે હંમેશાં માટે મુંબઈ છોડવાનો નિર્ણય લીધો હતો. તેણે મુંબઈ છોડવાનું કારણ આર્થિક તંગી અને માનસિક તણાવ ગણાવ્યું હતું. શાર્દુલને કુંડલી ભાગ્ય શોમાં લીડ રોલ ઓફર થયો હતો પણ તે સમયે તેની માતાની તબિયત ખરાબ હતી જેને કારણે એક્ટરે ઓફર નકારી દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here