Wednesday, September 22, 2021
Homeનલિયા સેક્સકાંડ : તપાસ રીપોર્ટ 6 માસ પહેલા સરકારને સોંપાઇ ગયો!
Array

નલિયા સેક્સકાંડ : તપાસ રીપોર્ટ 6 માસ પહેલા સરકારને સોંપાઇ ગયો!

ભુજઃ કચ્છથી લને કેન્દ્ર સુધી ચકચારી બનેલા નલિયા સેક્સકાંડનો મુદો ફરી ગરમાયો છે. આ મુદે રચાયેલા જસ્ટીસ દવે કમિશનનો રીપોર્ટ રાજ્યના ગૃહ વિભાગને સોંપાઇ ગયો હોવાનું વિધાનસભામાં સરકારે સ્વિકાર્યું છે. જોકે કમિટીનો એક્શન ટેકન રીપોર્ટ ક્યારે વિધાનસભામાં રજૂ કરાશે તે અંગે સરકારે મગનું નામ મરી પાડ્યું નથી.

આ અંગે મળતી વિગતો મુજબ નલિયા સેક્સકાંડના મામલે ભાજપમાં ભૂકંપ સર્જાયો હતો. પક્ષના સભ્યોની સંડોવણી નિકળતા તમામની ઘરપકડ કરવામાં આવી હતી. ભાજપએ આવા સભ્યોને સસ્પેન્ડ પણ કર્યા હતા. સેક્સકાંડના વિરોધમાં જેતે વખતે કોંગ્રેસ પક્ષમાં હોવાથી શંકરસિંહ વાઘેલાએ કચ્છથી રેલી પણ કાઢી હતી. સીડી અંગે પણ રાજકારણ રમાયું હતું. આ બધાની વચ્ચે રાજ્ય સરકારે જસ્ટીસ દવે કમિશનની નિમણૂંક કરી હતી. જેની રચના તા.16/3/17ના કરવામાં આવી હતી. કમિશન રચાયા બાદ રિપોર્ટ ટર્મ ઓફ રેફરન્સ મુજબ તા.31/12/18 સુધીમાં રિપોર્ટ સરકારને સુપરત કરવાનો હતો. તે વચ્ચે સરકારે ગત તા. 5/6/18 તથા તા.20/9/18ના બે વખત મુદતમાં વધારો કર્યો હતો.

આખરે આ કમિશને પોતાનો રીપોર્ટ ગત તા.31/12/18ના રાજ્યના ગૃહ વિભાગને સોંપી દીધો છે. તપાસની કામગીરી પૂર્ણ થયા બાદ રીપોર્ટ અપાયો છે. પાટણના ધારાસભ્ય કિરીટકુરમાર પટેલ તથા દાણીલિમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમંત્રી તરીકે મુખ્યમંત્રી પાસે આ અંગે વિધાનસભામાં પ્રશ્નો પૂછ્યા હતા. જેના જવાબમાં આ હકિકત બહાર આવી છે.

નિયમ પ્રમાણે રિપોર્ટ વિધાનસભામાં મુકવો પડે
કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ-1952 અન્વયે રચાયેલા કમિશનનો એક્શન ટેકન સાથેનો રીપોર્ટ રાજ્ય સરકારને મળી ગયા બાદ છ મહિનામાં સભાગૃહ સમક્ષ મુકવા સેક્શન-3(4)ની જોગવાઇ છે. તે સરકારે પણ સ્વિકાર્યુ હતું. જોકે આ રીપોર્ટને હજુ સરકારે વિધાનસભામાં રજૂ કર્યું નથી. સરકાર એક્શન ટેકન રીપોર્ટ ક્યાં સુધીમાં ગૃહમાં રજૂ કરશે તેના સવામાં સરકારે આ બાબત વિચારણા હેઠળ હોવાનું જણાવ્યુ હતું.

વિપુલ ઠક્કર હજુ એક રહસ્ય
નલિયા સેક્સકાંડ દરિયામાં એક હિમખંડ હોવાનું કહેવાય છે. આ મામલામાં આઠ શખસને પકડવામાં આવ્યા હતા. એક વિપુલ ઠક્કર નામનો આરોપી કોણ તે હજુ અેક રહસ્ય છે. કારણ કે આવો કોઇ શખસ હાથ લાગ્યો નથી !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments