Tuesday, September 21, 2021
Homeનામકરણ : ગીતા બસરાએ દીકરી તથા દીકરાની તસવીર શૅર કરીને દીકરાના નામની...
Array

નામકરણ : ગીતા બસરાએ દીકરી તથા દીકરાની તસવીર શૅર કરીને દીકરાના નામની જાહેરાત કરી

એક્ટ્રેસ ગીતા બસરા તથા પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ 10 જુલાઈના રોજ દીકરાના પેરેન્ટ્સ બન્યા હતા. હવે ગીતાએ દીકરાનું નામ રીવિલ કર્યું છે. ગીતા બસરાએ સો.મીડિયામાં દીકરી તથા દીકરાની તસવીર શૅર કરીને દીકરાના નામની જાહેરાત કરી છે.

તસવીર શૅર કરી
તસવીરમાં ગીતા બસરા તથા હરભજન સિંહની દીકરી હિનાયાના હાથમાં નાનો ભાઈ છે. તે ભાઈને કિસ કરે છે. આ તસવીર શૅર કરીને ગીતાએ કહ્યું હતું, ‘હિરનો વીર. જોવાન વીર સિંહ પ્લાહા.’ નોંધનીય છે કે જોવાનનો અર્થ ભગવાન દયાળું છે એવો થાય છે. જ્યારે વીરનો અર્થ હિંમતવાન થાય છે.

નોર્મલ ડિલિવરી થઈ
આ પહેલાં ઇટાઇમ્સ સાથેની વાતચીતમાં ગીતા બસરાએ કહ્યું હતું કે તેની ડિલિવરી નોર્મલ થઈ હતી. તે ડૉક્ટર્સ તથા સ્ટાફની આભારી છે. પહેલી ડિલિવરી વખતે તેને ઘણી જ મુશ્કેલી પડી હતી. ગીતાએ દીકરાના નામ અંગે એમ પણ કહ્યું હતું કે જ્યારે તે પહેલી વાર પ્રેગ્નન્ટ થઈ ત્યારે જ તેણે દીકરાનું નામ વિચારીને રાખ્યું હતું. તે દીકરાને છોટુ કહીને બોલાવે છે અને ભજ્જી શેરા કહે છે.

ભજ્જી લેબર રૂમમાં હતો
ગીતા બસરાને એમ પણ કહ્યું હતું કે તે જ્યારે હોસ્પિટલના લેબર રૂમમાં હતી ત્યારે હરભજન પણ સાથે જ હતો. જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે ભજ્જીએ ફોટો ક્લિક કર્યા હતા. ભજ્જીને બાળકો ઘણાં જ પસંદ છે. તે સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકરના બાળકોને બહુ જ રમાડતો હતો.

ભજ્જીએ સો.મીડિયામાં ગુડ ન્યૂઝ શૅર કર્યા હતા
ક્રિકેટર હરભજન સિંહ અને ગીતા બસરા બીજી વાર પેરેન્ટ્સ બન્યા છે. ગીતાએ શનિવાર, 10 જુલાઈના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. આ વાતની જાણકારી હરભજન સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી હતી.

વર્ચ્યુઅલ બેબી શૉવર સેલિબ્રેટ કર્યો હતો
કોરોનાને કારણે ગીતા બસરાના બેબી શૉવરમાં માત્ર પતિ તથા દીકરી જ જોવા મળ્યા હતા. જોકે, તેના મિત્રોએ વર્ચ્યુઅલી હાજરી આપી હતી. ગીતાએ બ્લૂ રંગનો પોલ્કા ડોટ ડ્રેસ પહેર્યો હતો. ગીતાએ પરિવાર સાથે આ પ્રસંગ સેલિબ્રેટ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે 2015માં 29 ઓક્ટોબરે હરભજન સિંહ તથા ગીતા બસરાએ પંજાબના જલંધરમાં લગ્ન કર્યા હતા. હિનાયાનો જન્મ જુલાઈ, 2016માં થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments