Tuesday, January 18, 2022
Home#MeToo : જાતીય સતામણી આરોપના 2 વર્ષ પછી નાના પાટેકરનું કમબેક :...
Array

#MeToo : જાતીય સતામણી આરોપના 2 વર્ષ પછી નાના પાટેકરનું કમબેક : ગુસ્સે ભરાયેલી તનુશ્રી દત્તાએ કહ્યું,……..

તનુશ્રી દત્તાએ લગાવેલા જાતીય સતામણી આરોપના બે વર્ષ પછી નાના પાટેકર કામ પર પરત ફર્યા છે. તેઓ ફિરોઝ નાડીયાવાલાની એક વેબ સિરીઝમાં દેખાશે. આ વાત ખબર પડતા તનુશ્રીએ ગુસ્સો ઠાલવ્યો છે. એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, મારું શોષણ, ધમકી, મારી અને મારા પરિવાર પર હુમલો કર્યો, મારા ઘરે ગુંડા મોકલ્યા, મારું કરિયર અને જિંદગી ખરાબ કરી અને બે વર્ષ મારી ન્યાય માટેની લડાઈ છતાં આ લોકોને મોટા પ્રોડ્યુસરનો સપોર્ટ અને ગ્રાન્ડ કમબેક મળી જાય છે.

‘મારો ન્યાય ક્યાં?’

સ્પોટબોય વેબસાઈટ સાથે વાતચીતમાં તનુશ્રીએ કહ્યું કે, ’મારી કોઈ પણ ભૂલ ના હોવા છતાં 12 વર્ષ સુધી મને બોલિવૂડથી દૂર રહેવા મજબૂર કરી. લોકો સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાય માગી રહ્યા છે. મારો ન્યાય ક્યાં છે? પ્લીઝ આવું ના થવા દો. હું કમબેક માટે સંઘર્ષ કરી રહી છું તો આ લોકોને બીજીવાર કામ ના મળવા દો.’

‘કરપ્ટ સિસ્ટમ સામે લડીને થાકી ગઈ’

‘હું આ કરપ્ટ સિસ્ટમ સામે લડતા-લડતા થાકી ગઈ છું, તે માત્ર ખરાબ લોકોને બચાવતી જ નથી પણ તેમને બીજીવાર કામ કરવાનો મોકો પણ આપે છે અને હું હજુ પણ મારી જિંદગીમાં સંઘર્ષ કરી રહી છું. મારી પાસે હવે લડવાનો સમય નથી. કોરોનાવાઈરસને લીધે અમેરિકામાં દરેક ઈવેન્ટ્સ અને શોમાં બ્રેક વાગી ગઈ છે. આથી માટે IT જોબ માટે ટ્રેનિંગ લેવી પડી. હવે હું 9થી 5 સુધી IT જોબ કરીશ.’

‘આ લોકોએ મારી રોજીરોટી છીનવી લીધી’

‘હું 16 વર્ષની હતી ત્યારથી કમાણી કરી મારા પરિવારને સપોર્ટ કરતી હતી. આ લોકોએ મારું કરિયર અને મારી આજીવિકા છીનવી લીધી અને મને ડિપ્રેશનમાં ધકેલી દીધી. પણ, મેં સુશાંતની જેમ આત્મહત્યા કરી નથી. લોકોને હજુ પણ ખબર નથી કે મેં કેટલી તકલીફો સહન કરી છે અને સામાન્ય લાઈફ જીવવા માટે મારે કેટલું દુઃખ સહન કરવું પડ્યું છે.’

નવેમ્બર 2018માં આરોપ લગાવ્યો હતો

નવેમ્બર 2018માં તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર આરોપ લગાવ્યો હતો કે, 2008માં ‘હોર્ન ઓકે પ્લીઝ’ના સેટ પર તેમણે ખરાબ ટચ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ પછી નાના પાટેકરના હાથમાંથી ‘હાઉસફુલ 3’ સહિત અન્ય ઘણા પ્રોજેક્ટ્સ છૂટી ગયા હતા.

મુંબઈ પોલીસે ફરિયાદ નોંધી હતી પણ જૂન 2019માં તેમને ક્લીન ચીટ આપી દીધી હતી. હવે તેઓ સાજીદ નાડીયાવાલાના કઝીન ફિરોઝ નાડીયાવાલાની બેનર હેઠળ બનતી RAWના હેડ રામેશ્વરનાથ કાવની બાયોપિકમાં લીડ રોલમાં દેખાશે. આ વેબ સિરીઝના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular