કોરોના ઈમ્પેક્ટ – નંદન ડેનિમે એન્ટી બેક્ટેરિયલ ફેબ્રિક બનાવ્યું, કંપનીનો દાવો કરે છે કે આ કાપડ COVID-19 વાયરસથી સુરક્ષા કરે છે

0
0
  • પ્રારંભિક તબક્કે મહીને 3 લાખ મીટર કાપડનું ઉત્પાદન કરવામાં આવશે
  • કંપનીએ ઇન-હાઉસ રિસર્ચ કરી આ એન્ટી-વાયરલ કાપડ તૈયાર કર્યું છે
નંદન ડેનિમના અમદાવાદ ખાતે આવેલા પ્લાન્ટમાં એન્ટી-વાયરસ અને એન્ટી બેક્ટેરિયલ ફેશન પ્રોટેક્ટીવ ડેનિમની નવી રેન્જનું ઉત્પાદન થશે

સીએન 24ગુજરાત

અમદાવાદગુજરાત સ્થિત ભારતની સૌથી મોટી ડેનિમ ઉત્પાદક નંદન ડેનિમ લીમીટેડે બેક્ટેરિયા અને વાયરસથી રક્ષણ આપી શકે તેવું એક ફેબ્રિક તૈયાર કર્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ ફેબ્રિક COVID-19 વાયરસથી પણ મોટા પ્રમાણમાં સુરક્ષા પૂરી પાડે છે. કંપનીના સીઈઓ દિપક ચિરીપાલે જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સામે લાંબી લડાઇ બાદ જીવન અને વ્યવસાયો જલ્દીથી સામાન્ય થઈ જશે. પરંતુ અમારુ માનવું છે કે ‘ન્યુ નોર્મલ લાઈફ” અંતર્ગત લોકો આરોગ્ય, સ્વચ્છતા અને સલામતી માટે વધુ સભાન બનશે. તેને ધ્યાનમાં રાખી અને આ ફેબ્રિક રેન્જને એન્ટી-વાયરસ અને એન્ટી બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ આપી તૈયાર કરવામાં આવે છે.

રેડીમેડ ગારમેન્ટ ઉત્પાદકો સાથે ચાલતી વાત
દિપક ચિરીપાલે કહ્યું કે, અમે આ કાપડની માહિતી રેડીમેડ ગારમેન્ટ ઉત્પાદકો સુધી પહોચાડી રહ્યા છીએ. અમે ઉત્પાદકો સાથે વાતચીત શરુ કરી છે અને આ કાપડ માટે ઓર્ડર મેળવવા પ્રયાસ કરી રહ્યા છીએ. કંપનીને ઘણી પૂછપરછ આવી છે. અમે ઉત્પાદકોને સેમ્પલ પણ મોકલવાનું શરુ કર્યું છે. આવતા એક માસમાં સેમ્પલિંગ પાછળ રૂ. 5 લાખ જેવો ખર્ચ કરવામાં આવશે.

ઓર્ડર મુજબ ઉત્પાદનમાં વધારો કરવામાં આવશે
ચિરીપાલે જણાવ્યું કે, કોરોનાને કારણે બજારની સ્થિતિ ખરાબ છે તેના લીધે માગ પણ ઘણી ઓછી છે. અમારી કુલ ઉત્પાદન ક્ષમતા 80 લાખ મીટરની છે. એન્ટી-વાયરસ અને એન્ટી બેક્ટેરિયલ કાપડ માટે જુન એન્ડ અથવા મીડ જુલાઈ સુધીમાં 3 લાખ મીટર કાપડ ઉત્પાદન કરવાની યોજના છે. બાદમાં જે રીતે માગ આવશે તે પ્રમાણે ઉત્પાદન વધારીશું. આ વર્ષના અંત સુધીમાં આ રેન્જમાં અમે અંદાજે 8 લાખ મીટર કાપડ ઉત્પાદન કરવાનો ટાર્ગેટ રાખીએ છીએ.

30% કેપેસિટી સાથે પ્લાન્ટ ફરી શરુ કર્યો
લોકડાઉન હળવું થયા બાદ કંપનીએ અમદાવાદનો પ્લાન્ટ ફરી શરુ કર્યો છે. કંપનીના જણાવ્યા મુજબ હાલમાં 25% સ્ટાફને બોલાવવામાં આવે છે અને 30% કેપેસિટી સાથે ઉત્પાદન શરુ કર્યું છે. આવતા દિવસોમાં પરિસ્થિતિ મુજબ વધુ સ્ટાફને બોલાવવામાં આવશે અને ક્રમશઃ ઉત્પાદન વધારવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here