ફોર્બ્સ : 22 વર્ષીય નાઓમી વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર મહિલા ખેલાડી બની,

0
6

ન્યૂજર્સી. જાપાનની 22 વર્ષીય ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા વિશ્વામાં સૌથી વધુ કમાણી કરતી મહિલા ખેલાડી બની ગઈ છે. ફોર્બ્સ મેગેઝીન અનુસાર, ઓસાકાએ એક વર્ષમાં પ્રાઈઝમની અને એન્ડોર્સમેન્ટથી 284 કરોડ રૂપિયાની કમાણી કરી. જે અમેરિકન ખેલાડી અને 4 વખતની સૌથીવધુ કમાણી કરનારની યાદીમાં રહેલી સેરેના વિલિયમ્સે 11 કરોડ રૂપિયા વધુ છે. ઓસાકાની કમાણી કોઈપણ મહિલા ખેલાડીથી સૌથી વધુ છે.

સેરેનાએ 1999માં જ્યારે પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો, ત્યારે નાઓમી એક વર્ષની હતી

રસપ્રદ વાત એ છે કે સેરેનાએ 1999માં જ્યારે પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો, ત્યારે નાઓમી એક વર્ષની હતી. 19 વર્ષ બાદ ઓસાકાએ વિલિયમ્સને હરાવી યુએસ ઓપનમાં પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો. યાદી આવતા અઠવાડિયે જાહેર થશે.

9 વર્ષમાં 5 વાર શારાપોવા, 4 વાર સેરેના ટોપ પર રહી

વર્ષ ખેલાડી રકમ કરોડ રૂપિયામાં
2011 શારાપોવા 190.00
2012 શારાપોવા 205.96
2013 શારાપોવા 220.40
2014 શારાપોવા 185.44
2015 શારાપોવા 225.74
2016 સેરેના 219.64
2017 સેરેના 205.20
2018 સેરેના 137.56
2019 સેરેના 222.92
2020 ઓસાકા 284.24

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here