દહેરાદૂનમાં હેવાનિયત ! નરાધમ ડોક્ટરે દૂધમાં બેભાનની દવા મેળવી માસૂમો સાથે આચર્યું દુષ્કર્મ

0
0

ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં એક શરમજનક ઘટના સામે આવી છે. જ્યાં 60 વર્ષના વૃદ્ધ તબીબે 3 વર્ષ અને 7 વર્ષની બે માસૂમ બાળાઓ સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો છે. ડોક્ટરના નામે કલંક આરોપી વૃદ્ધે દૂધમાં બેભાન કરવાની દવા મેળવી માસૂમોને હવસનો શિકર બનાવી. બન્ને બાળાઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

તો બીજી તરફ પોલીસે આ મામલે ગંભીરતાથી લઇ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી ડોક્ટર ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો, કોર્ટે નરાધમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

ઘટનાની વિગત મુજબ, મામલો પટેલ નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં કહેવાતા 60 વર્ષીય ડોક્ટર ભારત ભૂષણ પર દૂધમાં નશો કરનારા પદાર્થો ભળીને 7 વર્ષ અને 3 વર્ષની બે બહેનો પર બળાત્કાર ગુજારવાનો આરોપ છે. જાણકારી મુજબ, આરોપી ડોક્ટરના ઘરે એક મહિલા તેની બે પુત્રી સાથે રહેતી હતી. આ ડોક્ટરના ઘરે મહિલા ઘરેલું કામ કરતી હતી. રવિવારે મહિલા તેના પરિચિતના ઘરે ગઈ હતી. આ દરમિયાન હવસખોર નરાધમ ડોક્ટર ભારત ભૂષણે માસૂમો પર દાનત બગાડી હતી.

ત્યારબાદ ડોક્ટર ભારત ભૂષણએ બંને છોકરીઓને દૂધમાં ગેનની ગોળી આપી બેભાન કરી, બંને માસૂમો પર બળાત્કાર ગુજાર્યો હતો.

પીડિતાની માતાનું કહેવું છે કે જ્યારે તે એક વાગ્યે ઘરે પહોંચી ત્યારે તેણે જોયું કે તેની બંને પુત્રીઓ બેભાન હાલતમાં પડી હતી. તેમને આ સ્થિતિમાં જોતાં માતાએ આરોપી ડોક્ટરને પૂછ્યું હતું. ત્યારે ડોક્ટરે કોરોના ચેપ લાગ્યો હોવાનું રટન કર્યું હતું. માતાએ છોકરીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરતા જાણવા મળ્યું કે બંન્ને માસૂમો પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે.

આ મામલે પીડિતાની માતાએ પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી આરોપી ડોક્ટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here