છોટાઉદેપુર : બોડેલીના ગાજીપુરા ખાતે ખેતરમાં પાણી ભરવા ગયેલી સગીરાને નરાધમે પીંખી નાખી..!

0
0

ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. વાત છે બોડેલી તાલુકાના ગાજીપુરા ગામે પાણી ભરવા ગયેલી ૧૫ વર્ષની કિશોરી પર ગામના જ એક શખસે દુષ્કર્મ આચર્યું હતું. હાલ આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ સાંજના સુમારે સગીરા ગામને સીમાડે આવેલ કોતરમાં તેની પિતરાઈ બહેન સાથે પાણી ભરવા ગઈ હતી તે દરમિયાન આરોપી હિતેશભાઇ મનોજભાઇ બારીયા ત્યાં આવી પહોંચ્યો હતો અને સગીરા સાથે બળજબરી પૂર્વક ખેંચતાણ કરી ઝાડીઓમાં લઇ ગયો હતો. તો બીજી તરફ સગીરાની પિતરાઇ બહેન ત્યાંથી ગભરાઈને ભાગી ગઈ હતી. અને પરિવારજનોને આ સમગ્ર આપવીતી જણાવી હતી.

પરિવારજનોને જાણ થતાં જ તેઓ ખેતર તરફ દોડી આવ્યા હતા તે દરમિયાન સગીરા ઝાડીઓમાં બેભાન હાલતમાં જોવા મળી હતી. સગીરા કોતરમાં ઝાડીઓમાં પડેલ હતી તેને શરીરે જોતાં કપડાં ફાટેલા હતા ગભરાયેલ હતી.

સગીરા ને પૂછતાં જણાવેલ કે અમો પાણી ભરતી હતી તે સમયે હિતેશભાઇ મનોજભાઇ બારીયા નાઓ આવેલ અને તે મને પકડી લીધેલ અને મને ખેચતાણ કરવા લાગેલ અને કોતરની બાજુ આવેલ ઝાડીમાં ઘસડી લઇ જઇ મારી સાથે બળજબરી થી બદકામ બળાત્કાર કરેલ છે.

સગીરા ને ધમકી આપેલ કે જો તુ આ બનાવની જાણ તારા ઘરના માણસોને કે બીજા કોઇને કે પોલીસ સ્ટેશનમાં કરીશ તો તને તથા તારા ઘરના માણસોને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ભાગી ગયેલ છે. સગીરા ની માતાએ પોલીસ મથકે યુવાન વિરુદ્ધ ફ્રિયાદ નોંધાવતા પોલીસ આરોપી ધરપકડ ચક્રો ગતિમાન કર્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here