રાજકોટમાં વિદ્યાર્થીની સાથે નરાધમ શિક્ષકે આચર્યું દુષ્કર્મ, ધરપકડ

0
0

સમાજમાં વિકૃત્તિઓ એ હદે વકરી છે કે જેને પવિત્ર સંબંધ કહેવામાં આવે છે તેવા સંબંધોમાં પણ ગરીમા જળવાઈ નથી. રાજકોટ શહેરમાં સગીરા પર એક શિક્ષકે ઘરમાં જ કુકર્મ આચર્યા હોવાનો ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. નરાધમ શિક્ષક અભ્યાસને બહાને ઘરે આવતો હતો. જયાં તેણે વિદ્યાર્થીની પર બે બાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી નરાધમ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. હાલ આ મામલે પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, રાજકોટમાં એક વિદ્યાર્થીની અક્ષર ક્લાસિસમાં ક્લાસીસ માટે જતી હતી. પરંતુ લોકડાઉનના કારણે અભ્યાસ બંધ છે, ત્યારે આરોપી શિક્ષક તેના ઘરે આવતો જતો હતો. ત્યારે અક્ષર ક્લાસિસના શિક્ષકના મનમાં વિદ્યાર્થીનીની પોતાની હવસનો શિકાર બનાવવા માટે મોકો શોધતા જ હતો, તેવામાં એક દિવસ માતા નોકરીએ ગઈ હતી અને સગીરા વિદ્યાર્થીની ઘરમાં એકલી હતી, ત્યારે તે ઘરમાં ધૂસીને દુષ્કર્મ આચર્યું હતું.

સગીર વિધાર્થિની પર શિક્ષકે ઘરે જઈ બે વખત દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ સમગ્ર ઘટનાની વાત વિદ્યાર્થીનીએ પરિવારજનોને કરી હતી. ત્યારબાદ ગુસ્સામાં લાલપીળો થતો પરિવાર અક્ષર ક્લાસિસ નામે ટ્યુશન ક્લાસ ચલાવતા ભવ્ય મનોજભાઈ કરાથીયા વિરુદ્ધ રાજકોટ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ ઘટનાની ગંભીરતાને લઈને આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે. આરોપીની ધરપકડ કરી મહિલા પોલીસને આરોપી સોંપાયો હતો. હાલ આરોપીનો કોરોના રિપોર્ટ બાદ તેની પુછપરછ હાથ ધરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here