લાખણી : નરાધમોએ ગૌમાતા ઉપર હુમલો કરીને ઘાયલ કરતા ચકચાર

0
9

રાત્રીના કોઈ સમયે અજાણ્યા નરાધમોએ ગૌમાતા ઉપર હુમલો કરીને ઇજાઓ પોહચાડી

છેલ્લા કેટલાક સમયથી અવારનવાર નરાધમો દ્વારા ગૌમાતા ઉપર વિવિધ પ્રકારે હુમલાઓ કરવામાં આવે છે.

લાખણી : સનાતન ધર્મમાં ગૌમાતાનો વિશેષ મહિમા રહેલ છે ૩૩ કરોડ દેવિદેવતાઓ જેમાં વાસ કરે છે એવી પ્રવિત્ર અને પૂજનીય ગૌમાતા માટે તાજેતરમાં સરકાર દ્વારા પણ કડક કાયદો બનાવવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા કસાઈ તત્વો સુધરવાનું નામ લેતા નથી અને જેનું કારણ એવું છે કે કાયદો કડક છે પણ તેની અમલવારી કડક કરવામાં પોલીસ ક્યાંકને ક્યાંક ઢીલી રહે છે અને જેના કારણે આવા તત્વોને મોકળું મેદાન મળી રહે છે.  તાલુકા મથક લાખણી ખાતે આવી ઘટના બની છે.
લાખણી ગામથી વાસણા તરફ જતા રોડ ઉપર આવેલ એલ.એન.ટી રોડની નજીક આવેલ શમશાન ની ખુલ્લી જગ્યામાં એક ગૌમાતા ઉપર ક્રૂરતાપૂર્વકનો હુમલો કરવામાં આવ્યો છે ગૌમાતાના બન્ને શીંગડા ના કવર કાઢી લીધા જેના કારણે ગાય લોહીલુહાણ બની ગઈ હતી અને આગળના પગે લોખંડની પાઇપ વડે માર મારીને ફેક્ચર કરી નાખ્યા છે ક્રૂરતાપૂર્વકનો હુમલો કર્યા બાદ નરાધમો ગૌમાતા ને તડપતી છોડી ભાગી ગયા અને બીજા દિવસે સવારે ગૌપ્રેમીઓ ને ખબર પડતાં તેઓ તાત્કાલિક સ્થળ ઉપર પોહચી જઈને ગૌમાતા ની દશા જોતા મન દ્રવી ઉઠ્યું અને સરકારી પશુ દવાખાને લાવીને સારવાર કરાવીને તેને જલારામ ગૌશાળા ભાભર ખાતે મોકલી આપવામાં આવેલ છે અગાઉ પણ આવી ઘટનાઓ બની હતી ગાય અથવા ગૌવંશ ઉપર એસિડ નાખવામાં આવ્યું હોય લોખંડના તિક્ષણ હથિયારો વડે ગૌમાતા ઉપર ઘા કર્યા હોય પણ આ અજાણ્યા તત્વો ઉપર કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી આ લોકો બેફામ બની રહ્યા છે.
ત્યારે આ વખતે ઘટના બનતા આ હરમીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો પોલીસ આ ઘટનામાં આરોપીઓ સુધી પહોંચવામાં ઢીલીનીતિ રાખશે તો ગૌપ્રેમીઓ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે ગૌમાતા ઉપરના હુમલાના સમાચાર મળતાં સનાતન ધર્મ પ્રેમીઓમાં ભરોભાર રોષ ફેલાયો છે અને આ કૃત્ય મારનાર નરાધમ તત્વોને ખુલ્લા પાડીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા