અમદાવાદ : નરાધમ સસરાએ પુત્રવધુને બાહોપાશમાં જકડી કર્યા શારીરિક અડપલા, કહ્યું- મારી ઇચ્છા પૂરી કર નહીં તો…

0
35

અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમા પુત્રવધુની ઘણી વખત છેડતી કરવા ઉપરાંત શારિરીક અને માનસિક ત્રાસ આપી ધમકીઓ આપનાર સસરા વિરૃધ્ધ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ શહેરના ઓઢવ વિસ્તારમા રહેતી UPSCની તૈયાર કરતી યુવતીએ મકરબા હેડક્વાર્ટરમાં રહેતા રિટાયર્ડ પોલીસકર્મી સસરા બળેદવ ભાઇ મકવાણા વિરૂદ્ધ જબરજસ્તી કરી શારીરિક અડલપા કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે.

યુવતીએ જણાવ્યું હતું કે એકલાતાનો લાભ લઇ સસરા બળદેવ ભાઇએ પાછળથી જકડી બાહોપાશમાં લઇ શારીરિક અડલપા કર્યા હતા. અને ધમકી આપી હતી કે, તું મારી ઇચ્છા પૂરી નહીં કર નહીં તો તને ઘરમાંથી કાઢી મુકીશ..

હાલમાં ઓઢવ ખાતે માતા- પિતા સાથે રહેતી 24 વર્ષીય યુવતીના 2018માં સરખેજ મકરબા પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા યુવક સાથે થયા હતા. સસરા બળેદવભાઇ પોલીસમાં નોકરી કરતા હતા. લગ્નના ગોઢ વર્ષ સુધી સાસરીમાં સારી રીતે રાખતા.

યુવતીનીને કાનની તકલીફ હોવાથી અવારનવાર ઓઢવ દવાખાને આવવાનું થતું હતું. સસરાએ કહ્યું હતું કે હું કાયમ તારી સાથે દવાખાને આવીશ. ત્યાર બાદ સસરા પુત્રવધુ સાથે એક્ટિવા પર દવાખાને જતા હતા. આ દરમિયાન નરાધમ સસરાએ પુત્રવધુને શારીરિક અડપલાં કર્યા હતા. સસરાની હરકત બાદ પુત્રવધુએ સાથે આવવાની ના પાડવા છતાં તેઓ માન્યા નહીં બળજબરીપૂર્વક સાથે આવતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી કહ્યું હતું કે જો ઘરમાં કઇને કહીશ તો કાઢી મૂકીશ..

યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, એક દિવસ કાનનું ઓપરેશ હતું તે દિવસે બળજબરી પૂર્વક સસરા સાથે આવ્યા હતા. આ દરમિયાન ચાલું એક્ટિવામાં શારીરિક અડલપા કરવા લાગ્યા અને કહ્યું, ”તું મને ગમે છે..હું તને ઘરમાં સારી રીતે રાખીશ..તારે મારી સાથે સંબંધ રાખવો પડશે, મારી ઇચ્છા પૂરી નહીં કરે તો ઘરમાંથી કાઢી મૂકીશ..” સસરાની આ ધમકી બાદ ડરના મારે યુવતીએ આ વાત કોઇને જણાવી નહોતી.

યુવતીએ આરોપ લગાવ્યો હતો કે, એક દિવસ ધરમાં હું એકલી હતી. રસોઇમાં કામ કરી રહી હતી તે દરમિયાન અચાનક સસરા આવી, મને પાછળથી જકડી બાહોપાશમાં લઇ શારીરિક અડલપા કર્યા હતા. ત્યાર બાદ સસરાને ધક્કો મારી હું ઘરની બહાર નીકળી ગઇ હતી.

સસરાની આ હરકત બાદ ઘરમાં યુવતી પર ત્રાસ વધી ગયો હતો. અવાર નવાર નાની નાની વાતોમાં તકરાર થતી હતી. અટલું જ યુવતી સાથે મારઝૂડ પણ કરવામાં આવતી હતી. આખરે 6 મહાના બાદ તંગ આવી યુવતીએ પિયરમાં પોતાના માતા પિતાને સમગ્ર હકિકત જણાવી હતી. બાદમાં પરિવાર જનોએ દીકરીના સસરા બળદેવ ભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ આ મામલે મહિલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here