વધુ એક BJP કોર્પોરેટરને કોરોના, નારણપુરાના નગરસેવિકા સાધનાબેનનો રિપોર્ટ પોઝિટિવ

0
0

અમદાવાદ શહેરમાં વધુ એક ભાજપ કોર્પોરેટર કોરોના પોઝિટિવ આવ્યા છે. નારણપુરા વિસ્તારના કોર્પોરેટર સાધનાબેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાધનાબેનના પરિવારના અન્ય બે સભ્યો પણ કોરોનાના સંક્રમણની ઝપેટમાં આવ્યા છે. ઉલ્લેખનીય છેકે, વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે મેયર કન્ટેઇનમેન્ટ ઝોનમાં યોજવામાં આવેલા તુલસી રોપા કાર્યક્રમમાં પણ સાધનાબેન હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમમાં અન્ય કોર્પોરેટરો પણ હાજર હતા, ત્યારે શહેર ભાજપ ચિંતિત બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here