Thursday, April 25, 2024
HomeUncategorizedનારાયણ સાંઈ બળાત્કાર કેસ : સુપ્રીમ કોર્ટે બે સપ્તાહના ફર્લો આપવાના આદેશ...

નારાયણ સાંઈ બળાત્કાર કેસ : સુપ્રીમ કોર્ટે બે સપ્તાહના ફર્લો આપવાના આદેશ પર રોક લગાવી

- Advertisement -

સુપ્રીમ કોર્ટે બુધવારે બળાત્કારના કેસમાં દોષિત આસારામના પુત્ર નારાયણ સાંઈને બે સપ્તાહના ફર્લો આપવાના ગુજરાત હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી છે. કોર્ટે કહ્યું કે, સાઈની જેલમાંથી મોબાઈલ ફોન મળ્યો હોવાથી, જેલ સુપરિન્ટેન્ડેન્ટે અભિપ્રાય આપ્યો હતો કે તેને ફર્લો આપવા જોઈએ નહીં. ત્યારે આજે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો

બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઈને જેલમાંથી રજા મળશે નહીં. નારાયણ સાંઈ વતી પહેલા ગુજરાત હાઈકોર્ટ (હાઈકોર્ટ) સમક્ષ પેરોલ અરજી કરવામાં આવી હતી, જે હાઈકોર્ટે સ્વીકારી હતી અને નારાયણ સાંઈને બે સપ્તાહની રજા આપવાનો નિર્ણય કર્યો હતો. જો કે, જ્યારે પીડિત પક્ષે આ મામલો સુપ્રીમ કોર્ટમાં ઉઠાવ્યો, ત્યારે આજે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો. આ સાથે નારાયણ સાંઈની અરજી પણ ફગાવી દેવામાં આવી હતી.

નારાયણ સાંઈ જેલમાં રહેશે, અરજી ફગાવી

આજે એટલે કે ગુરુવારે, ગુજરાત હાઇકોર્ટના આદેશને પડકારતી અરજી પર જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અને જસ્ટિસ એમ.આર.શાહની ખંડપીઠે નારાયણ સાંઈને નોટિસ ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલાને બે સપ્તાહ બાદ આગળની સુનાવણી માટે મુલતવી રાખ્યો છે.

આજે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો.
આજે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો

જ્યારે, અગાઉ 24 જૂને ગુજરાત હાઇકોર્ટની સિંગલ જજની બેન્ચે નારાયણ સાંઇના ફર્લો મંજૂર કર્યા હતા. એટલું જ નહીં નારાયણ સાંઈ ગયા વર્ષે પણ જેલમાંથી બહાર આવ્યો હતો. ડિસેમ્બર 2020માં, હાઇકોર્ટ દ્વારા તેની માતાની નાદુરસ્ત તબિયતને કારણે તેને રજા આપવામાં આવી હતી. પરંતુ, આ વખતે તેના પેરોલનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ દ્વારા રોક લગાવી દેવામાં આવી, જેમાં નારાયણ સાંઈને બે સપ્તાહની રજા આપવામાં આવી હતી.

આજીવન કેદની સજા ભોગવી રહ્યાં

નારાયણ સાંઈએ પોતાના પિતા આસારામની સંભાળ રાખવા માટે ફર્લોની માંગ કરવામાં આવી હતી, તેના પિતા આસારામ જે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. રાજ્ય સરકારે આનો વિરોધ કરતા કહ્યું કે આસારામ સારવાર બાદ હવે ફરી જેલમાં છે. નારાયણ સાંઈ અને તેના પિતા આસારામને બળાત્કારના બે જુદા-જુદા કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે અને આજીવન કેદની સજા ભોગવી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular