કોરોના કેસ વધતા નર્મદા જિલ્લો સજ્જડ બંધ : આજથી રાજપીપળા ત્રણ દિવસ માટે સજ્જડ બંધ.

0
0

કોરોના કેસ વધતા રાજપીપળા સહીત નર્મદા જિલ્લો સજ્જડ બંધ.
આજથી રાજપીપળા 3 દિવસ માટે સજ્જડ બંધ.
રાજપીપળાના તમામ બજારો લારી-ગલ્લા જડબેસલાક બંધ.
તંત્ર અને વેપારી મંડળની અપીલને માન આપી રાજપીપળાની તમામ દુકાનો બજારો આજે સજ્જડ બંધ રહ્યા.
ત્રીજા સ્ટેજમાં લોકલ સંક્રમણને ઘટાડવા અને કોરોનાની ચેન તોડવાનો આ પ્રજાનો સ્વયંભૂ સઘન પ્રયાસ.
રાજપીપળા નગરપાલિકા દ્વારા નગરમાં ઠેરઠેર સૅનેટાઇજેશન કરાયુ.

રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં કોરોનાના સતત વધતા જતા કેસોને કારણે નર્મદા જિલ્લાનું તંત્ર એક્શનમાં આવી ગયું હતું. જો કે કોરોનાનું સંક્રમણ ઘટાડવા મોડે મોડે પણ આમ પ્રજા પણ જાગૃત બની હતી. આજથી 3 દિવસ માટે રાજપીપળા સજ્જડ સ્વયંભૂ બંધ રહ્યું હતું. રાજપીપળાની સાથે સમગ્ર નર્મદા જિલ્લાએ સ્વંયભુ લોકડાઉનનું શસ્ત્ર ઉગામ્યું છે.

તંત્રની સાથે હવે પ્રજા પણ 2 દિવસથી ડેડીયાપાડા સાગબારા સેલંબાના બજારો 3 દિવસ માટે સદંતર બંધ રાખ્યા હતા. ત્યારે આજથી રાજપીપળાને પણ 3 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરતા રાજપીપળા આજે સજ્જડ બંધ રહ્યું હતું.આજે સવારથી જ તમામ દુકાનો બજારો વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખ્યા હતા. રાજપીપળા પોલીસે પણ બિનજરૂરી બહાર નીકળવા લોકો સામે કડક પગલાં લેતા લોકો બહાર નીકળતા બંધ થઈ ગયા હતા.

બાઈટ : કુલદીપસિંહ ગોહિલ, પ્રમુખ રાજપીપળા નગરપાલકા.

આજે રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે પણ નગરની મુલાકાત લીધી હતી. પ્રજાને વેપારીઓને સહકાર આપવા જણાવતાં આજે રાજપીપળા સજ્જડ બંધ રહ્યું હતું. રાજપીપળા નગરપાલિકા દ્વારા નગરમાં ઠેરઠેર સૅનેટાઇજેશન પણ કરવામાં આવ્યું હતું. આજથી રાજપીપળામાં વેપારીઓને 3 દિવસ માટે દુકાનો બંધ રાખવા પાલિકા પ્રમુખની અને વેપારી મંડળની અપીલને લોકોએ માન આપી બજારો બંધ રાખ્યા હતા..

પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોરોના ત્રીજા સ્ટેજમાં છે. લોકલ સંક્રમણ વધી રહ્યું છે. તો 3 દિવસ ઘરમાં રહી દુકાનો ખોલશો નહીં. કારણ વગર બહાર નીકળશો નહિ. જેનાથી કોરોનાની ચેન તૂટશે. રાજપીપળા અનાજ કરિયાણાના વેપારી મંડળ પ્રમુખ રમણસિંહ રાઠોડે જણાવ્યું હતું કે તંત્રની આપીલ માન આપીને વેપારી એસોસિયેશને બજારો લારી-ગલ્લા દુકાનો 3 દિવસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આજે સૌએ દુકાનો બંધ રાખી છે. તે માટે હું સૌ વેપારીઓનો આભાર માનું છું. કોરોનાં અટકાવવાનો આ એક સહિયારો પ્રયાસ છે.

નર્મદા જિલ્લામાં કરોનાનો વિસ્ફોટ થઇ રહ્યો છે. યુવાનો કોરોનનો ભોગ બની રહ્યા છે. ત્યારે રાજપીપલા શહેર સાથે નર્મદા જિલ્લો સંપૂર્ણ લોકડાઉન આજથી કરવા જઈ રહ્યા છે. કોરોનાના વધતા સંક્રમણને રોકવા જે ઝડપથી વધી રહેલી ચેનલને તોડવા માટે વેપારી મંડળોએ આ નિર્ણય લીધો છે. પહેલા ડેડીયાપાડાના વેપારીઓ આ નિર્ણય લીધો સંપૂર્ણ બંધ કરી સફળતા મેળવી બાદ માં ડેડિયાપાડા પછી સાગબારા અને સેલંબાએ બંધ બજારો કરી લોકડાઉન કર્યું. હવે આજથી રાજપીપળા શહેર સાથે કેવડિયા, તિલકવાડા, ગરુડેશ્વર દેવલિયા તમામ સ્થળો મંગળ બુધ ગુરુ આમ 3 દિવસ લોકડાઉન શરૂ કરાયું છે.

બાઈટ : રમણસિંહ રાઠોડ, પ્રમુખ, રાજપીપળા અનાજ કરિયાણાના વેપારી મંડળ.

વેપારીઓ પણ હવે જગૃત બની લોકડાઉનનું શાસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે જો તમામ વેપારીઓ ધંધો 3 દિવસ છોડી ઘરમાં રહેશે. તો પરિસ્થીતી સુધરશે બાકી મુશ્કેલી ઘણી કફોડી બનશે. આ બાબતે પાલિકા પ્રમુખ કુદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો મહારાષ્ટ્રને અડીને આવેલો જિલ્લો છે. એટલે સાવચેતી રાખવી જરૂરી છે જેમાં ખાસ કરીને જોઈએ તો રાજપીપળા શહેરમાં સમગ્ર જિલ્લાના લોકો આવે છે.

 

રિપોર્ટર : દીપક જગતાપ, CN24NEWS, રાજપીપળા, નર્મદા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here