Saturday, June 3, 2023
Homeગુજરાતનર્મદા કર્મચારીઓએ ગામેગામ જઇને EVM-VVPATનું નિદર્શન કર્યુ

નર્મદા કર્મચારીઓએ ગામેગામ જઇને EVM-VVPATનું નિદર્શન કર્યુ

- Advertisement -

ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઇને નર્મદા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. મતદારોમાં EVM મશીન અને VVPET અંગે જાગૃતિ આવે અને જેમ બને તેમ મતદારો દ્વારા વધુમાં વધુ મતદાન થાય એવા હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર કામગીરીમાં જોડાયું છે. નોડલ અધિકારીઓ, સેક્ટર અધિકારીઓ સહિતની વિવિધ ટીમો નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં વિવિધ તાલીમની કામગીરી કરી રહી છે.

નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાના સીધા માર્ગદર્શન હેઠળ ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા 10 જેટલી ટીમો બનાવીને જિલ્લાના જુદા જુદા ગામોમાં જઇને EVM અને VVPAT ના નિદર્શન કાર્યક્રમો યોજી મતદારોને જાગૃત કરી રહ્યાં છે. જેમાં 20થી વધુ કર્મચારીઓ પોલીસ સ્ટાફ સાથે અલગ અલગ ગામોમાં ફરીને બુથ પર, બસ સ્ટેન્ડ, જાહેર બજારોમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં, શેરી-ફળીયાઓ જેવી જાહેર જગ્યાએ EVM નું નિદર્શન યોજીને લોકોને તેનાથી માહિતગાર કરી રહી છે. નર્મદા જિલ્લાની જનતા પણ આવા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાગ લઇને લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાનો ફાળો નોંધાવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular