નર્મદા માલસામોટ ના જંગલો અને ડુંગરાઓમા છલકાયુ.

0
0

હાલ ચોમાસા નો માહોલ જામ્યો છે નર્મદાના જંગલ વિસ્તાર ડેડીયાપાડા અને સાગબારા પંથકમા એકધારો ધીમી ધારે વરસાદ વર્ષીરહ્યો છે ત્યારે નર્મદાના જંગલો, સાતપુડાને વિન્ધ્યાચલની ગિરિમાળા ઓમા શોભાયમાન લીલા છમ્મ જંગલોનુ અદભૂત કુદરતી સૌંદર્ય હાલ શોળે કળાએ ખીલી  ઉઠ્યુ છે.


ખાસ કરીને સામોટ જવાના રસ્તે પહાડીઓ અને મોટા પથ્થરો પરથી વહેતા મીની ધોધ અને ઝરણાઓનુ કુદરતી સૌંદર્ય પ્રવાસીઓ ને આકર્ષી રહયા છે. પ્રવાસીઓ અહી બે ઘડી રોકાઈને ડુંગરો અને પથ્થરો માથી ખળ ખળવહેતા ઝરણાઓ પાસે સેલ્ફી અને ફોટોગ્રાફી કરતા પ્રવાસીઓ નજરે પડે છે. તો બીજી તરફ નદી, નાળા અને ચેકડેમો છલકાઈ ઉઠ્યા છે.

બાઈટ : અલ્પેશભાઈ જોષી, પ્રવાસી સુરત

 

ચારે બાજુએથી ધરતીએ લીલી ચાદરઓઢિ હોય તેમ હરિયાળી ડુંગરમાળા પ્રવાસીઓ માટે આકર્ષણ નુ કેન્દ્ર બન્યા છે ઊંચાઈ પર આવેલુ અને જંગલો અને પહાડીઓથી ઘેરાયેલ અને સગાઈ ઇકો ટૂરિઝમ સેન્ટર નર્મદા  વન વિભાગે બનાવ્યુ છે અહી દુર દુર દૂરથી પ્રવાસીઓ આવી રહયા છે અને ગુજરાત ના મીની કાશ્મીર ના સૌંદર્ય માણી રહયા છે .

અહી શુધ્ધ હવા અને શાંતિ નો માહોલ હોવાથીપ્રક્રુતી પ્રેમીઓ ને આ જગ્યા સારી પસંદ પડી છે જોકે પ્રવાસીઓ માટે ખાસ રહેવા જમવાની સુવિધા નથી આ સુવિધાઓ મા વધારો થાય તો માલસામોટ જિલ્લા નુ મોટુ ટૂરિસ્ટ સેન્ટર બની શકે તેમ છે.

 

રિપોર્ટર : દિપક જગતાપ, CN24NEWS, રાજપીપળા, નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here