Wednesday, September 22, 2021
Homeનર્મદા : રાજપીપળા શહેરના વેપારીઓ અને તંત્ર વચ્ચે બેઠક યોજાઇ.
Array

નર્મદા : રાજપીપળા શહેરના વેપારીઓ અને તંત્ર વચ્ચે બેઠક યોજાઇ.

આજે રાજપીપલા શહેરના વેપારીઓ અને તંત્ર વચ્ચે બેઠક યોજાઇ.
બેઠકમાં આવનારા મંગળવાર થી શુક્રવાર સુધી રાજપીપળાનું બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો
કોરોનાનું સંક્રમણ નર્મદા જિલ્લામાં વધી રહ્યું હોવાથી લેવાયો નિર્ણય.
કોરોનાની ચેઇન તોડવા માટે 4 દિવસ રાજપીપળાનું બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજપીપળામાં 3 દિવસનું સ્વયંભૂ બજારો બંધ રાખ્યા હતા છતાં પણ કોરોનના કેસો વધતા જતા હોવાથી કોરોનાની ચેન તોડવા લોકડાઉન ને વધુ 4 દિવસ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે રાજપીપળા શહેરના વેપારીઓ અને તંત્ર વચ્ચે બેઠક યોજાઇ હતી.

જેમાં આ બેઠકમાં આવનારા મંગળવાર થી શુક્રવાર સુધી રાજપીપળાનું બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખાસ કરીને કોરોનાનું સંક્રમણ નર્મદા જિલ્લામાં વધી રહ્યું હોવાથી આ નિર્ણય લેવાયો છે. વેપારીઓ અને તંત્રનું કહેવું છે કે કોરોનાની ચેઇન તોડવા માટે 4 દિવસ રાજપીપળાનું બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 24 એપ્રિલના રોજ ફરી બેઠક યોજવામાં આવશે. જેમાં આવનારા દિવસો માટે નિર્ણય લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે રાજપીપળામાં 3 દિવસ સજ્જડ બંધ રહ્યું હતું. લોકોએ સહકાર આપી સ્વંયભુ બંધ પાળ્યો હતો. કોરોનાની ચેન તોડવા રાજપીપળાની જનતા વધુ એક વાર કટિબદ્ધ બની છે.

 

રિપોર્ટ : દીપક જગતાપ, CN24NEWS, રાજપીપળા, નર્મદા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments