Friday, February 14, 2025
Homeનર્મદા : તિલકવાડા પોલીસે  3,૨૮,૮૦૦/- નો દારૂ સાથે ૧૫ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો 
Array

નર્મદા : તિલકવાડા પોલીસે  3,૨૮,૮૦૦/- નો દારૂ સાથે ૧૫ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો 

- Advertisement -

 

નર્મદાના  તિલકવાડા   વિસ્તારમાંથી  સ્ટેટ વિજિલન્સ ગાંધીનગરની ટીમે અગર ગામ પાસેથી ટેમ્પામાં ચોરખાનું બનાવી લઇ જવાતો પરપ્રાંતિ દારૂનો મોટો જથ્થો  પકડી પાડ્યો હતો ત્યારેતિલકવાડા ની સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી  અને રેડ પાડી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો જેમા રૂ. 3,૨૮,૮૦૦/- ના  દારૂ સાથે  બે ફોર વીલર સાથે ૧૫ લાખનો  મુદ્દામાલ  ઝડપી પાડ્યો હતો.

 

તિલકવાડા  પોલીસને બાતમી મળી હતી કે  નસવાડી તરફથી ક્લેડિયા થઇ વાયા વજીરિયા તરફથી વડોદરા તરફ બે ખાનગી ગાડીઓ ભરીને નીકળનારછે  .જેની તિલકવાડા  પોલિસ સ્ટાફે  ઉતાવળી ચોકડી  વોચગોઠવી હતી જ્યારે વજીરિયા તરફથી આવતી બે ખાનગી ફોરવીલર જોઈ પોલીસ સ્ટાફ  ને દૂરથી જોઈ જતા રિવર્સ મારી ગાડીઓ પલટાવી ઉધઈમાડવા ગામની સીમમાં ભાગવા જતા  પોલીસે ફિલ્મીઢબે  ગાડીનો પીછો કરતા ખાડી  કોતરો પાછળ ગાડીઓ મૂકી આરોપીઓ અંધારાનો લાભ લઈ ભાગવામાં સફળ  રહયા હતા.

 

ગાડીનો  દરવાજો ખોલીને તપાસ કરતા કાગળના પૂંઠાના ની અંદર દારૂની પેટીઓ ભરેલી હતી તેનાઉપર કાળું કપડુ ઢાંકેલું હતું. ગાડીનો નંબર જોતા જી જે ૧૬ સી બી ૫૫૭૧ લખેલો હતો  .અંદર જોતા રાખોડી કલરની મારૂતી સુઝુકી કંપની એસ કૉસ ગાડી જેમાં અંદરના ભાગે જોતા આરસી બુકમાં જોતા રજનીકાંન્ત રમણભાઈ પટેલ નામ જણાયેલ . બન્ને ફોર વ્હીલર ગાડીઓ મુકી નાશી ગયેલ જેથી  ગાડીમાંનો કુલ વિદેશી દારુની બોટલો નંગ- ૨૪૮૪  કિં.રૂ  3,૨૮,૮૦૦/-  નો વગર પાસ-પરમીટનો ગેરકાયદે રાખી તથા બે ફોર વ્હીલ ગાડી કુલ કિં.રૂ ૧૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ ૧૫,૨૮,૮૦૦/-નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્ય વહી હાથ ધરી છે.

રિપોર્ટર : દીપક જગતાપ, CN24MEWS,, રાજપીપળા, નર્મદા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular