ભાજપનાં નેતાઓની વાત કરીએ કે તેમના સંતાનોને એક એવી છત મળી ગઇ હોય તેવુ દેખાઇ રહ્યુ છે કે જે બાદ તે કોઇ પણ ગુનો કરે તેઓ બચી જ જાય છે. આપને યાદ હશે કે થોડા દિવસો પહેલા નરોડામાં ભાજપનાં એક ધરાસભ્યએ એક મહિલાને સરેઆમ મારી હતી. જેમા તે મહિલા ઘાયલ થઇ ગઇ હતી. જો કે આખરે તે મામલાને ધારાસભ્યએ બહેન બનાવ્યા બાદ થાળે પડાવવામાં આવ્યો હતો. કઇક આવી જ ઘટના એકવાર ફરી સામે આવી છે કે જેમા કુબેરનગરનાં ભાજપનાં મહિલા કોર્પોરેટર કલાબેન યાદવનાં પુત્ર અને ભત્રીજાએ નશાની હાલતમાં સિક્યોરિટી એજન્સી ચલાવનાર યુવકને રોકી જબરદસ્તી પૈસાની માંગણી કરતા મારા-મારી કરી હતી.
એક ફિલ્મનો ડાયલોગ છે કે મને છે સાચુ લાગે તે જ હુ કરુ છુ વાતને ભાજપનાં નેતા અને તેમના સંતાનોએ ગંભીર લઇ લીધો હોય તેવુ અહીયા દેખાઇ રહ્યુ છે. થોડા સમય પહેલા નરોડામાં એક ધારાસભ્યએ મહિલાને સરેઆમ મારી અને બાદમાં તેને બહેન બનાવી દીધી હતી. હવે એક નવો કિસ્સો સામે આવ્યો છે કે જેમા ભાજપનાં કોર્પોરેટરનાં પુત્રએ દાદાગીરી કરતા એક શખ્સની સાથે મારા-મારી કરી છે. આપને જણાવી દઇએ કે, કોર્પોરેટર કલાબેન યાદવનાં પુત્ર અને ભત્રીજાએ નશાની હાલતમાં પહેલા સિક્યોરિટી એજન્સી ચલાવનાર યુવકને રોક્યો અને જબરદસ્તી પૈસાની માંગણી કરી, પૈસા ન મળતા તેણે માથા પર તલવારનાં ઘા ઝીંકી દીધા હતા. આમ ભાજપના MLA બાદ મહિલા કોર્પોરેટરનાં પુત્રની દાદાગીરીથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. મેઘાણીનગર પોલીસે મહિલા કોર્પોરેટરનાં પુત્ર અને ભત્રીજા સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
મેઘાણીનગર ભાર્ગવ સોસાયટીમાં રહેતા અને સિક્યોરિટી એજન્સી ચલાવતા પલક ફડીયાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાંધાવી હતી કે, દારુ પીધેલા સુરેશ કે જેને લોકો સુરભા યાદવ પણ કહે છે, ભાવેશ ઉર્ફે કાલી અને લાલભાઇ યાદવે રસ્તામાં રોક્યો હતો અને તુ આજ કાલ વધારે પૈસા કમાવવા લાગ્યો છે વાપરવા માટે પૈસા આપ કહ્યુ હતુ. આ સાંભળ્યા બાદ પલકે પૈસા આપવાની ના પાડતા સુરભાએ તેને ઢોર માર માર્યો હતો બાદમાં ભાવેશ અને લાલભાઇ પણ આવી મારા મારી કરવા લાગ્યા હતા. આ સમયે સુરભા તલવાર લઇ આવ્યા અને પલકને માથામાં તલવાર મારી દીધી હતી. લોહી નિકળવા લાગતા સુરભાએ પેંટનાં ખીસ્સામાંથી પૈસા કાઢી લીધા હતા. તેટલુ જ નહી ભાવેશે સોનાનો દોરો પણ તોડી નાખ્યો હતો. આ ત્રણે પીધેલાઓએ ભેગા મળી કારનાં કાચ પર પથ્થરો મારી કાચ તોડી નાખ્યો હતો. જો કે બુમા બુમ થતાં આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. કુબેરનગર વોર્ડનાં મહિલા કોર્પોરેટર કલાબેન યાદવનાં પુત્ર લાલ યાદવ અને ભત્રીજા સુરભા તેના સાગરીત સાથે દારુ પી આતંક મચાવ્યો હતો.