હળવદ : સામંતસર સરોવર માં આવેલ નર્મદા ના નીર અને વરસાદ થી આવેલ નવા નીર ના વધામણાં કરવામાં આવ્યા

0
0
હળવદ માં આવેલ ઐતિહાસિક સામંતસર સરોવર ખાતે નર્મદા ના નીર અને વરસાદ આવેલ નવા નીર ના વધામણાં કરવામાં આવ્યા હતા અને ગુજરાત ની જીવાદોરી સમાન નર્મદા ડેમ ખાતે પહેલી વખત 138 મીટર ની સપાટી પાર કરી અને નર્મદા ડેમ માં નવા નીર  આવ્યા હોય ત્યારે  ગુજરાતભર માં દરેક તાલુકા કેન્દ્ર ખાતે “નમામી દેવી નર્મદે”કાર્યક્રમ નું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ છે જે અંતર્ગત હળવદ માં આવેલ સામંતસર સરોવર ખાતે માઁ નર્મદા ના નીર ના વધામણાં કરવામાં આવ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન અને આરતી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ માં પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા , પ્રાંત અધિકારી એચ, જી, પટેલ ,  નગરપાલિકા પ્રમુખ હીનાબેન રાવલ , હળવદ શહેર ભાજપ  પ્રમુખ  અજયભાઈ રાવલ,રણછોડભાઈ દલવાડી , મહામંત્રી રમેશ ભગત ,સંદીપ પટેલ ,  નાગરભાઈ દલવાડી , સતિષભાઈ પટેલ સહિત હળવદ ના નગરજનો  ઉપસ્થિત રહી અને માં નર્મદા મૈયા ને વધાવી પૂજન અર્ચન કર્યું હતું.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા નગરપાલિકા ના એન્જીનીયર જે.એન.પરમાર , હરીશભાઈ રાવલ ,વિક્રમભાઈ ગાંધી , બીટુભાઈ મલીક ,કુલદીપ પટેલ સહિત પાલિકા ના કર્મચારીઓ એ જહેમત ઉઠાવી હતી,
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here