કોરોના વિશ્વમાં : અત્યાર સુધી 2.83 કરોડ કેસ : ચીનમાં નેઝલ વેક્સિન ટ્રાયલને મંજૂરી, WHOએ કહ્યું- એસ્ટ્રાજેનેકા વેક્સિન ટ્રાયલ રોકાયું તે એક ચેતવણી.

0
9

કોરોનાવાયરસને મહામારી જાહેર થયે 6 મહિના વિતી ચૂક્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 11 માર્ચે તેની જાહેરાત કરી હતી. જોકે સ્થિતિ હજુ ગંભીર જ છે. વેક્સિન આવવામાં હજુ ઘણો સમય છે. કોરોનાના લીધે વિશ્વમાં 2 કરોડ 83 લાખ 22 હજાર 716 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. 9 લાખ 13 હજાર 900 લોકોના મોત થયા છે. રાહતની વાત એ છે કે 2 કરોડ 3 લાખ 38 હજાર 259 લોકો સ્વસ્થ પણ થયા છે. આંકડા www.worldometers.info/coronavirus/ અનુસાર છે.

તાજેતરમાં જ ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકા કંપની દ્વારા વેક્સિન ટ્રાયલ રોકવા અંગે WHOએ કહ્યું છે કે આ એક ચેતવણી તરીકે જોવું જોઇએ. જોકે વૈજ્ઞાનિકોને વધુ પરેશાન થવાની જરૂર નથી. કોઇ પણ ક્લિનીકલ રિસર્ચમાં ઉતાર-ચડાવ આવતા રહે છે.

આ 10 દેશોમાં કોરોનાની અસર સૌથી વધુ

દેશ સંક્રમિત મોત સ્વસ્થ થયા
અમેરિકા 65,88,163 1,96,328 38,79,960
ભારત 45,59,725 79,304 35,39,983
બ્રાઝીલ 42,39,763 1,29,725 34,9,337
રશિયા 10,46,370 18,263 8,62,373
પેરૂ 7,10,067 30,344 5,44,745
કોલંબિયા 6,94,664 22,275 5,59,479
મેક્સિકો 6,52,364 69,649 4,58,850
દ.આફ્રિકા 6,44,438 15,265 5,73,003
સ્પેન 5,54,143 29,699 પ્રાપ્ત નથી
આર્જેન્ટિના 5,24,198 10,907 3,90,098

 

ચીન: નેઝલ વેક્સિન ટ્રાયલને મંજૂરી

ચીને નેઝલ (નાકથી લેવાતી) કોરોના વેક્સિનના ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. પહેલો તબક્કાની ક્લિનીકલ ટ્રાયલ નવેમ્બરમાં શરૂ થશે જેના માટે 100 વોલન્ટિયર્સ તૈનાત કરવામા આવ્યા છે. વેક્સિનને યુનિવર્સિટી ઓફ હોંગકોંગ, શિયામેન યુનિવર્સિટી અને બેજિંગની વાન્તાઇ બાયોલોજિકલ ફાર્મસી મળીને તૈયાર કરી રહ્યા છે. હોંગકોંગ યુનિવર્સિટીના રિસર્ચર યૂએનકોક યુંગ અનુસાર 3 ટ્રાયલ એક વર્ષમાં પૂર્ણ થશે. આ વેક્સિન ઇન્ફ્લુએન્ઝા અને નોવેલ કોરોનાવાયરસથી સુરક્ષા આપશે.

ફ્રાન્સ: રેકોર્ડ 9843 કેસ નોંધાયા

ફ્રાન્સમાં કોરોનાના 9843 કેસ નોંધાયા હતા. મહામારી ફેલાયા બાદ એક દિવસમા આવેલા આ સૌથી વધુ કેસ છે. દેશમાં 3.53 લાખથી વધુ લોકો સંક્રમિત છે. ફ્રાન્સમાં 5096 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 19 લોકોના મોત થયા હતા. દેશમાં મરનારાઓની સંખ્યા 30 હજાર 813 થઇ ગઇ છે.

બ્રાઝીલ: 40 હજાર 557 નવા કેસ નોંધાયા

બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 40 હજાર 557 નવા કેસ નોંધાયા હતા અને 983 લોકોના મોત થયા હતા. અહીં અત્યાર સુધી 42.38 લાખથી વધુ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે અને 1.29 લાખથી વધુ લોકોના મોત થયા છે. એક દિવસ પહેલા અહીં 35 હજાર 816 નવા કેસ નોંધાયા હતા અને 1075ના મોત થયા હતા. વિશ્વમાં કોરોના કેસના મામલે બ્રાઝીલ ત્રીજા સ્થાને છે.

મેક્સિકો: અત્યાર સુધી 69 હજારથી વધુના મોત

મેક્સિકોમાં છેલ્લા 24 કલાકમાં 554 લોકોના મોત થયા છે. અહીં મોતનો આંકડો 69 હજાર 649 થઇ ગયો છે. દેશમાં અત્યાર સુધી 6.52 લાખથી વધુ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 11 માર્ચે કોરોનાને મહામારી જાહેર કરી હતી. ત્યારથી અત્યાર સુધી 6 મહિના વિતી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here