ડાંગ : સાપુતારાના સનરાઈઝ પોઈન્ટ ઉપર સેલ્ફીની લ્હાયમાં નાસિકની મહિલા ખીણમાં ખાબકી,

0
25

રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતેના સનરાઈઝ પોઈન્ટ ઉપર સેલ્ફીની લ્હાયમાં નાસિકથી ફરવા આવેલી એકમહિલા ઉંડી ખીણમાં ખાબકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

સનરાઈઝ પોઈન્ટ ખાતે ઘટના બની

મળતી માહિતી મુજબ રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત છે. આ સાથે ગિરિમથક સાપુતારાના કુદરતી સૌંદર્યથી ભરમાર એવા સ્થળો ખાતે રોજેરોજ પ્રવાસીઓ ઉમટી પડે છે. રવિવારે વીજળી પડતા ફરવા આવેલા સુરતી યુવાને જીવ ગુમાવ્યો હતો. આ બનાવની શાહી સુકાઈ નથી એવામાં સાપુતારાના સનરાઈઝ પોઈન્ટ ખાતે સુષ્માબેન મિલિનભાઈ પગારે (ઉ.વ. 48, રહે. નાસિક) પરિવાર સાથે ટહેલીને ફોટા પાડી રહ્યા હતા. દરમિયાન સનરાઈઝ પોઈન્ટ ખાતે ખીણ નજીકથી સુષ્માબેન પગારે સેલ્ફીની લહાયમાં ફોટો લઈ રહ્યા હતા અને તેનો અચાનક પગ લપસી જતા ઉંડી ખીણમાં ખાબકતા ચકચાર મચી ગઈ હતી. સદનસીબે આ મહિલા ઉંડી ખીણમાં આવેલી ઝાડીઝાંખરામાં ખાબકતા તેણીનો ચમત્કારિક બચાવ થયો હતો.

યુવાનોએ ઉંડી ખીણમાંથી મહિલાને રેસ્ક્યુ કરી

મહિલા સેલ્ફીની ચક્કરમાં ઉડી ખીણમાં ખાબકતાનું દ્રશ્ય સ્થાનિક નવાગામના યુવાનોએ જોતા તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ યુવાનોએ ઉંડી ખીણમાંથી રેસ્ક્યુ કરી લોહીલુહાણ અને ઈજાગ્રસ્ત હાલતમાં મહિલાને બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે નજીકની સાપુતારા પીએચસી ખાતે સારવાર આપી નાસિક ખસેડાઈ હોવાની માહિતી સાંપડી છે. સદનસીબે આ મહિલાનો જીવ બચી ગયો હતો પરંતુ સાપુતારા નોટીફાઈડ તંત્ર આળસ ખંખેરીને સેલ્ફી ઝોન માટે કડકાઈ દાખવે તે જરૂરી બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here