Friday, September 13, 2024
HomeમહેસાણાMEHSANA: નાથાલાલ પટેલે આપ્યુ રાજીનામું ,મહેસાણાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો......

MEHSANA: નાથાલાલ પટેલે આપ્યુ રાજીનામું ,મહેસાણાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો……

- Advertisement -

કોંગ્રેસને એક બાદ એક ઝટકા લોકસભાની ચૂંટણી પહેલા મળી રહ્યા છે. કોંગ્રેસના વિજાપુરના પાટીદાર આગેવાન નાથાલાલ પટેલે પણ હવે રાજીનામું ધરી દીધુ છે. કોંગ્રેસ પક્ષની અને નેતાઓની નિષ્ક્રિયતાને લઈ રાજીનામું ધરી રહ્યા હોવાનો પત્ર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લખ્યો છે. નાથાલાલ પટેલ કોંગ્રસ તરફથી વર્ષ 2017માં વિજાપુરના ઉમેદવાર રહ્યા હતા.

વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું ધર્યા બાદ વધુ એક ઝટકો વિજાપુરથી કોંગ્રેસને લાગ્યો છે. વિધાનસભાના વર્ષ 2017ના ઉમેદવાર નાથાલાલ પ્રભુદાસ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધુ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને તેઓએ રાજીનામાનો પત્ર લખ્યો છે અને જેમાં તેઓએ કોંગ્રેસની વર્તમાન સ્થિતિમાં નિષ્ક્રિયતાના કારણને આગળ ધર્યુ છે.

નાથાલાલ પટેલે રાજીનામાના પત્રમાં લખ્યુ છે. કોંગ્રેસ પક્ષ લોકહિત માટે કામ કરવાના મુદ્દાથી પર રહી પક્ષ અને મોવડી મંડળના નેતાની નિષ્ક્રિયતાને જોતા લોકોને ન્યાય આપવો હાલમાં સિદ્ધ થઈ શકે એમ ના હોવાનું કારણ દર્શાવ્યુ છે. નાથાલાલ પટેલે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોનો આભાર માન્યો હતો. સાથે જ 2017માં ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપવા બદલ કોંગ્રેસનો પણ આભાર માન્યો હતો.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular