બનાસકાંઠા : રાષ્ટ્રીય ખેડૂત નેતા રાકેશ ટિકેત ગુજરાતમાં પ્રવેશ્યા : છાપરી બોર્ડર પરથી ગુજરાતમાં આવ્યા.

0
45

રાષ્ટ્રીય ખેડૂત નેતા રાકેશ ટિકેત ગુજરાતમાં પ્રવેશ્યા : છાપરી બોર્ડર પરથી ગુજરાતમાં આવ્યા.

રાષ્ટ્રીય ખેડૂત નેતા રાકેશ ટિકેત ગુજરાતમાં પ્રવેશ્યા.

છાપરી બોર્ડર પરથી ગુજરાતમાં આવ્યા.

મોટી સંખ્યામાં યુવાનો અને તેમના સમર્થકો હાજર રહ્યા

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડી હાજર રહ્યા. 

ધાનેરા ધારાસભ્ય નાથાભાઈ,બનાસકાંઠા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી રહ્યા હાજર.

અંબાજી તરફ આવેલા રાકેશ ટિકેતનું જગ્યા જગ્યા અભિવાદન કરવામા આવ્યું.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ હાજર રહ્યા.

સામાન્ય ભક્તની જેમ શક્તિદ્વારથી લાઈનમાં ઉભા રહી માં અંબાના દર્શન કરવા રાકેશ ટિકેત પહોચ્યા.

શંકરસિંહ વાધેલાએ પણ સામાન્ય ભક્તની જેમ લાઈનમાં આવી માતાજીના દર્શન કર્યા.

અંબાજી મંદિરની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા.

અંબાજી ખાતે પોલીસનો મોટો કાફલો હાજર રહ્યો.

છાપરી બોર્ડર પર પોલીસ અધિકારીઓ, આરોગ્યની ટીમ, ખેડુત નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા.

કોરોના કહેરમાં સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું.

આદિવાસી સમાજ દ્વારા ઢોલ નગારા દ્વારા રાષ્ટ્રીય ખેડૂત નેતા રાકેશ ટિકેતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

મોટી સંખ્યામાં મીડિયા હાજર રહ્યું જેમા રાજસ્થાનના મીડિયાકર્મી પણ હાજર રહ્યા.

શક્તિદ્રાર થી ખોડીવડલી સર્કલ સુધી રાકેશ ટિકેત અને શંકરસિંહ વાઘેલાનું લોકોએ અભિવાદન કર્યું.

પોલીસ દ્વારા સુંદર વ્યવસ્થા જોવા મળી.

ખોડીવડલી સર્કલ પર બાપુએ હાજર લોકોનું અભિવાદન કર્યું.

બાપુ બાદ રાકેશ ટિકેતે પણ કેન્દ્ર સરકાર પર મોટા આરોપ મુક્યા.

દિલ્હી આજુબાજુ આખા દેશના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.

હવે બીજુ આંદોલન ગુજરાતથી શરૂ કરીશું.

રાકેશ ટિકેતે શંકરસિંહ વાઘેલાને બુઢ્ઢા શેર કહીને સન્માન આપ્યું.

આંદોલન જૂના ઓજારોથી લડવામાં આવશે.

અમે પૂરી તૈયારી કરીને આવ્યા છીએ. ગુજરાતમા કંઈ પણ થશે તો આખો દેશ બંઘ થશે : રાકેશ ટિકેત.

આ ગુજરાતના ખેડુતોની લડાઈ છે. ગુજરાતના ખેડુતોને પૂરતા ભાવ મળતા નથી.

ગુજરાતના આઝાદીની લડાઈ છે.

અંબાજી થી પાલનપુર તરફ રાકેશ ટિકેતનો કાફલો નીકળ્યો.

 

 

રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, દાંતા, અંબાજી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here