આબુરોડ : નેશનલ મીડિયા કોન્ફ્રેંસ 2019 નું કરાયું આયોજન, દેશ વિદેશથી પત્રકારો, સંપાદકો ઉપસ્થિત

0
75

રાજસ્થાન ના આબુરોડ ખાતે આવેલ શાંતિવન ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા તારીખ 20 થી 24 સપ્ટેમ્બર નેશનલ મીડિયા કોન્ફ્રેંસ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશ વિદેશ થી આશરે 2500 થી વધારે પત્રકારો સંપાદકો વગેરે ઉપસ્થિત રહેશે.

 

આજે પ્રથમ સમાજમાં ધર્મમાં મીડિયા ની ભૂમિકા વિષે ખાસ માહિતીઓ આપવામાં આવશે તેમજ આ કાર્યક્રમ દરમ્યાન વિવિધ જગ્યાથી મહાનુભાવો દિગ્ગજો તેમજ સંપાદકો ઉપસ્થિત રહેશે અને વવિધ વિષયો પર ચર્ચા વિચારણા અને સંબોધન કરવામાં આવશે આ ઉપરાંત વિવિધ સેશન્સ રહેશે જેમાં યોગ તેમજ મેડિટેશન, ઉદ્ઘાટન સેશન, ટોક શો, વિડીયો શો, કલચરલ પ્રોગ્રામ જેવા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવશે આ ઉપરાંત બ્રહ્માકુમારી દવારા વિવિધ પ્રવચનો દવારા મીડિયાનો સમાજ માં રોલ તેની ઉપયોગીતા વિષે સંબોધન કરવામાં આવશે.

 

 

બ્રહ્માકુમારી ના ચીફ બીકે જાનકી દાદી તેમજ રત્ના મોહિની દાદી દવારા  પ્રવચન કાર્યક્રમ પણ આપવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિયમન બીકે શાંતનુજી તેમજ બીકે કોમલ જી તેમજ સમગ્ર બ્રહ્માકુમારી ટિમ દ્વારા કરવામાં આવી રહ્યું છે 4 દિવસ ચાલનારા આ મીડિયા કોન્ફ્રન્સ માં વિવિધ રાજ્યોથી પત્રકારો ઉપસ્થિત બની રહ્યા છે ગુજરાત મહારાષ્ટ્ર, પંજાબ, અસામ,  આંધ્ર સિવાય બહારના વિદેશ થી પણ પત્રકારો ઉપસ્થિત બન્યા છે. વિવિધ રાજ્યોના લોકો પણ એમાં ભાગ લઇ રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here