Wednesday, November 30, 2022
Homeદેશનેશનલ મિશન ફોર ક્લિન ગંગા માત્ર પૈસા વહેંચવાનુ મશીન : અલાહાબાદ હાઈકોર્ટ

નેશનલ મિશન ફોર ક્લિન ગંગા માત્ર પૈસા વહેંચવાનુ મશીન : અલાહાબાદ હાઈકોર્ટ

- Advertisement -

અલાહાબાદ હાઈકોર્ટે ગંગા પ્રદૂષણ મામલે સુનાવણી કરતા નેશનલ મિશન ફોર ક્લિન ગંગા વિરુદ્ધ આકરી ટિપ્પણી કરી છે. અલાહાબાદ હાઈકોર્ટે કહ્યુ કે નેશનલ મિશન ફોર ક્લિન ગંગાનુ કામ આંખોમાં ધૂળ નાખનારુ છે. આ મિશન માત્ર રૂપિયા વહેંચવાનુ મશીન બનીને રહી ગયુ છે. આના બજેટના રૂપિયાથી ગંગાની સફાઈ થઈ રહી છે કે નહીં તેનુ કોઈ ધ્યાન રાખી રહ્યુ નથી.

આ ટિપ્પણી ચીફ જસ્ટિસ રાજેશ બિંદલ, જસ્ટિસ મનોજ કુમાર ગુપ્તા અને અજિત કુમારની બેન્ચે ગંગા પ્રદૂષણ મામલે સુનાવણી દરમિયાન મિશનના બજેટની વિગતોની જાણકારી માગવા અંગે સામે આવેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને કરી છે. કોર્ટે પૂછ્યુ કે આ મિશન હેઠળ ગંગા સફાઈ માટે ખર્ચ કરવામાં આવેલા કરોડો રૂપિયાના બજેટથી કામ થયુ છે કે નહીં આનો કંઈ જવાબ મળ્યો નહીં. આ પહેલા સુનાવણી શરૂ થતા જ કોર્ટે મિશન સાથે જોડાયેલા વિભિન્ન બોર્ડ અને વિભાગોના સોગંદનામા પર વારાફરતી જાણકારી માગી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular