નેશનલ ટેક ડે : ડ્રોન હવે નજર રાખવાની સાથે મેસેજ અને સામાનની ડિલિવરી પણ કરી રહ્યા છે

0
2

કોરોના મહામારીએ દેશમાં અનેક પડકારો લાવ્યા છે. તેને લીધે દેશની ગતિ ધીમી પડી છે. લોકો તમામ વસ્તુ ઓનલાઈન કરવા મજબૂર બન્યા છે. કરિયાણુ લાવવાનું હોય કે પછી બાળકોનો અભ્યાસ આ સમયે ટેક્નોલોજી વરદાન સાબિત થઈ રહી છે. ટેક્નોલોજીને લીધે આજે લોકો તમામ કામ ઘરેથી જ કરી રહ્યા છે. આજે નેશનલ ટેક છે આ અવસરે આવો જાણીએ એવી ટેક્નોલોજી વિશે જેણે મહામારીના સમયમાં સંક્રમણની ચેન તોડવામાં મદદ કરી.

1. ડ્રોનનો મલ્ટિપલ ઉપયોગ

કોરોના વાઈરસ સામેની જંગમાં ડ્રોન સૌથી જરૂરી શસ્ત્ર સાબિત થયું છે. તેનો ઉપયોગ લોકેશન અને પ્રસંગ પ્રમાણે અલગ અલગ રીતે કરવામાં આવી રહ્યો છે. ડ્રોન સંક્રમણની ચેન તોડવામાં પણ મદદગાર સાબિત થઈ રહ્યો છે.

લોકો પર નજર રાખવી: દેશના ઘણા રાજ્યોમાં લોકડાઉન છે. તેમ છતાં લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. મોટા શહેરોના તમામ વિસ્તારો પર પોલીસ સતત નજર રાખી શકતી નથી. આવી સ્થિતિમાં તે ડ્રોનની મદદ લઈ રહી છે. ડ્રોન હાઈ રિઝોલ્યુશન કેમેરાની મદદથી આકાશ મારફતે લોકો પર નજર રાખે છે. જ્યારે ડ્રોન આકાશમાં ઉડતું હોય છે ત્યારે લોકોને બહાર નીકળવાનો ડર પણ રહે છે.

લોકો સુધી વાત પહોંચાડવી: ડ્રોનનો બીજો ઉપયોગ તેના પર માઇક લગાવીને લોકો સુધી વાત પહોંચાડવા માટે થઈ રહ્યો છે . મુંબઈનો ધારાવી હાઈ પોપ્લુલેટેડ વિસ્તાર છે અને મહામારીમાં ત્યાં રુબરૂ જવાય તેમ નથી. તેવામાં પોલીસ ડ્રોનમાં માઇક મૂકીને લોકોને જાગૃત કરી રહી છે. તેમજ જરૂરી ઓર્ડર પણ તેમને પહોંચાડવામાં આવી રહ્યો છે.

ડિલિવરી વાયા ડ્રોન: ઘણી કંપનીઓએ ડ્રોનની મદદથી સામાનની ડિલિવરી શરૂ કરી દીધી છે. જોકે આ સુવિધા બેંગલોર, પુણે જેવા શહેરોમાં છે. ડ્રોનની મદદથી ખૂબ જ ટૂંકા સમયમાં જરૂરી સામાન લોકોના ઘરોમાં લઇ જવામાં આવી રહ્યો છે. તેનાથી ચેપનું જોખમ નહિવત છે.

2. અલ્ટ્રા વાયોલેટ ડિવાઈસનો ઉપયોગ

 

માર્કેટમાં હાલ UV (અલ્ટ્રા વાયોલેટ) પ્રોડક્ટ્સની બોલબાલા છે. આ પ્રોડક્ટ UV કિરણોથી વાઈરસનો નાશ કરે છે. આ પ્રોડક્ટ્સમાં સ્માર્ટફોન કેસ, વેજિટેબલ બોક્સ, વાઈપર્સ, LED બલ્બ, હેન્ડ UV સેનિટાઈઝર, માસ્ક સહિતની પ્રોડક્ટ્સ સામેલ છે. આ કિરણોમાં વધારે ઊર્જા હોય છે. તે જીવિત કોશિકાઓના DNA અને RNAનો નાશ કરવામાં કારગર હોય છે.

3. સ્માર્ટવોચથી હેલ્થનું ધ્યાન

 

કોવિડ-19 સામેની લડતમાં સ્વસ્થ રહેવું અને સતત હેલ્થ મોનિટરિંગ કરતાં રહેવું આવશ્યક છે. મહામારીથી બચવા માટે બ્લડ પ્રેશર, ઓક્સિજન લેવલ અને હાર્ટ રેટ સામાન્ય હોય તે જરૂરી છે. આ તમામ વસ્તુનું ધ્યાન એક સ્માર્ટવોચથી કરવામાં આવી રહ્યું છે. સ્માર્ટવોચમાં એવા સેન્સર હોય છે જે સ્કિન અને નસોના સંપર્કથી હેલ્થ મોનિટરિંગ કરે છે. આ તમામ કામ માટે અલગ અલગ મશીનની જરૂર પડે છે. તેને બદલે આ મલ્ટિપલ કામ એક સ્માર્ટવોચ જ કરી દે છે. આ તમામ ફીચર્સથી સજ્જ સ્માર્ટવોચ 3500 રૂપિયાની આસપાસ મળી રહે છે.

4. GIS ટેક્નોલોજી ડેટા એકઠા કરે છે

 

GIS (જિયોગ્રાફિક ઈન્ફોર્મેશન સિસ્ટમ) એવી ટેક્નોલોજી છે જેનું કામ ડેટા એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવાનું છે. તેના ફ્રેમવર્ક સાથે લેપ્ટિટ્યુડ અને લોન્ગિટ્યુડ અટેચ હોય છે. આ કમ્પ્યુટર બેઝ્ડ ટૂલ છે. તે અલગ અલગ સોર્સથી ડેટા અને લોકેશનને મલ્ટિપલ લેયરમાં વહેંચે છે. આ એક વર્ચ્યુઅલ ડેશબોર્ડ બનાવે છે તેમાં તમામ માહિતી જોઈ શકાય છે. આ ટેક્નોલોજી ગૂગલ મેપ્સ જેવી જ છે.

5. મોબાઈલ એપ્સે વાઈરસનું જોખમ ઓછું કર્યું

 

મહામારી સામેની લડતમાં એપ્સે પણ યોગદાન આપ્યું છે. આરોગ્ય સેતુ એપ યુઝરને એ વાતનું અલર્ટ આપે છે કે તે કોરોના પોઝિટિવના સંપર્કમાં આવ્યો છે કે નહિ. સાથે જ યુઝરનાં લોકેશનની આસપાસ કેટલા લોકો પોઝિટિવ છે અને સંક્રમણની શું સ્થિતિ છે તે પણ જણાવે છે. આ સિવાય ઓનલાઈન ગ્રોસરી એપ્સની સુવિધાને લીધે પણ લોકોએ ઘરની બહાર જવાનું ટાળ્યું છે.

6. નો કેશ ઓનલી ડિજિટલ પેમેન્ટ

 

સંક્રમણની ચેન રોકવા માટે રોકડની લેવડ દેવડ રોકવી ખુબ જરૂરી હતી. તેવામાં ડિજિટલ પેમેન્ટ એપ્સની મદદથી આ કામ સરળ બન્યું. પેટીએમ, ફોનપે, ગૂગલ પે, મોબિક્વિક સાથે અલગ અલગ બેંકે પણ આ કામ સરળ બનાવ્યું છે. હવે QR કોડ સ્કેન કરવાથી જ પેમેન્ટ કરી શકાય છે. હોમ ડિલિવરીમાં પણ કેશલેસ પેમેન્ટ અપનાવી સંક્રમણની ચેન તૂટી રહી છે.

7. વર્ક ફ્રોમ હોમ સરળ બન્યું

 

દેશભરમાં અનેક કંપનીઓએ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપ્યું છે. તેથી કર્મચારી સંક્રમણથી બચી રહ્યા છે તો બીજી તરફ કંપનીઓના પણ ખર્ચા બચી રહ્યા છે. ઘણી ટેક પ્રોડક્ટ્સ અને એપ્સે વર્ક ફ્રોમ હોમ સરળ બનાવ્યું છે. ગૂગલ મીટ, હેન્ગઆઉટ્સ, ઝૂમ સહિતની એપ્સની મદદથી વીડિયો કોન્ફરન્સિંગ કરી શકાય છે. મીટિંગ દરમિયાન પ્રેઝન્ટેશન અને ફાઈલ પણ શેર કરી શકાય છે. આ સાથે જ પોર્ટેબલ વાઈફાઈ ડિવાઈસ, વાયરલેસ કી બોર્ડ અને માઉસ, વાયરલેસ હેડફોન અને ઈયરબડ્સે પણ યુઝર્સનાં કામ સરળ બનાવ્યા છે.

8. સ્કૂલ કોલેજ બંધ અભ્યાસ ચાલુ

 

કોરોનાને લીધે સ્કૂલ અને કોલેજ સહિતની શિક્ષણ સંસ્થાઓ બંધ છે પરંતુ ટેક્નોલોજીને લીધે વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની કોઈ અસર થઈ નથી. વીડિયો કોન્ફરન્સિંગ એપ્સ અને સોફ્ટવેર, બજેટ સ્માર્ટફોન, ટેબ્લેટ અને લેપટોપને કારણે ઓનલાઈન અભ્યાસ સરળ બન્યો છે. કોરોનાને લીધે બાળકો ટેક્નોલોજીનો સારો ઉપયોગ કરતાં શીખ્યા છે. હવે તેઓ ટેક ફ્રેન્ડલી થઈ ગયા છે. જે બાળકોનાં પેરેન્ટ્સ ટેક્નોલોજી નહોતા સમજતાં તે પણ હવે સમજવા લાગ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here