નિસર્ગ વાવાઝોડાની અસરની તસવીરો – દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે હળવો વરસાદ પડ્યો, દરિયામાં મોજા ઉછળ્યા

0
0
  • વલસાડના સૌથી વધુ 33680 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડાયા
  • વાવાઝોડાની અસર માત્ર દરિયા કાંઠાના વિસ્તારમાં જોવા મળી
વલસાડના દરિયા કાંઠે ઉંચા મોજા ઉછળ્યા

સીએન 24,ગુજરાત

સુરતદક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહેલું નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ ફંટાઈ ગયું છે. મહારાષ્ટ્રના તટે અથડાયું છે. જેથી દક્ષિણ ગુજરાતના માથેથી મોટી ઘાત ટળી છે. જોકે, બપોરથી વાવાઝોડું મહારાષ્ટ્રમાં ટકરાવાની સાથે બે વાગ્યા સુધી પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાકની થઈ ગઈ હતી. જ્યારે હાલ 25 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ વાવાઝોડાની અસર વલસાડ, નવસારી અને સુરતમાં મહદઅંશે જોવા મળી હતી. જ્યારે આ પવન સાથે હળવો વરસાદ પણ પડ્યો હતો. જેથી લોકોએ રાહત અનુભવી હતી. જોકે, આ હળવા વરસાદથી ખેડૂતોને ચિંતામાં પણ થોડો વધારો કર્યો હતો. વાવાઝોડાની અસર માત્ર દરિયા કાંઠાના વિસ્તારમાં જોવા મળી હતી. દરિયામાં ઉંચા મોજા પણ ઉછળ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, દક્ષિણ ગુજરાત  નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. જેમાં સુરતના 8727, નવસારીના 14040 અને વલસાડના સૌથી વધુ 33680 વ્યક્તિઓને સલામત આશ્રયસ્થાનો પર ખસેડી દેવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં કોઈ નુક્શાનીના સમાચાર સામે આવ્યા નથી.

સુવાલી દરિયા કાંઠે ઉંચા મોજા ઉછળ્યા

સુવાલી દરિયા કાંઠે NDRFની ટીમ તૈનાત

બારડોલીમાં હળવો વરસાદ

ડાંગમાં હળવો વરસાદ
નવસારીમાં હળવો વરસાદ
તિથલ બીચ વિસ્તાર
તિથલ બીચ
ડુમસ દરિયા કિનારો