Friday, May 23, 2025
Homeસ્પોર્ટ્સSPORTS : નવજોત સિદ્ધુનું વિવાદાસ્પદ નિવેદન, કરૂણ નાયરની ઉડાવી મજાક

SPORTS : નવજોત સિદ્ધુનું વિવાદાસ્પદ નિવેદન, કરૂણ નાયરની ઉડાવી મજાક

- Advertisement -

મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં કોમેન્ટેટર નવજોત સિંહ સિદ્ધુએ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. વાસ્તવમાં સિદ્ધુએ હિન્દુ કોમેન્ટ્રી દરમિયાન આઈપીએલ-2025માં દિલ્હી માટે રમી રહેલા કરૂણ નાયરની મજાક ઉડાવી છે.

કરૂણે ગત ડોમેસ્ટીક સિઝનમાં 9 સદી ફટકારી હતી

કરૂણ નાયરની વાત કરીએ તો તેણે ડોમેસ્ટીક મેચોમાં દમદાર પ્રદર્શન કરી તરખાટ મચાવી દીધો છે. તેણે ગત ડોમેસ્ટીક સિઝનમાં 9 સદી ફટકારી હતી. એટલું જ નહીં તેણે ટી20 ટુર્નામેન્ટ મહારાજા ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ અનેક વખત દમદાર બેટિંગ કરી હતી. આ જ કારણે તેની આઈપીએલમાં એન્ટ્રી થઈ છે. જોકે જ્યારે કરૂણ બેટિંગ કરવા મેદાનમાં આવ્યો ત્યારે સિદ્ધુઓ પોતાના અંદાજમાં કહ્યું કે, ‘જંગલ મેં મોર નાચા કિસને દેખા.’ એટલે કે ડોમેસ્ટીક પ્રદર્શને કોણ જોવે છે?

અગાઉ સિદ્ધુએ IPLને વર્લ્ડકપ કહી હતી

નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu)એ કોમેન્ટ્રી દરમિયાન કરૂણ નાયર (Karun Nair )ની સાથે સાથે ડોમેસ્ટીક મેચોની પણ મજાક ઉડાવી છે. તેમણે અગાઉ કહ્યું હતું કે, આઈપીએલ વિશ્વના બેસ્ટ ખેલાડીઓનો એક વાર્ષિક વર્લ્ડકપ છે, જ્યારે રણજી ટ્રોફી એક જંગલ જેવી છે. તેમાં ગમે તેટલું સારું પ્રદર્શન કરો, તેની કોઈ કિંમત હોતી નથી. તેમણે કરૂણ નાયબના ડોમેસ્ટીક પ્રદર્શન મુદ્દે કહ્યું કે, ‘તે રણજી ટ્રોફી હતી, આ આઈપીએલ સર્વશ્રેષ્ઠ ખેલાડીઓનો વાર્ષિક વિશ્વકપ છે. ત્યાં રન બનાવવાનો મતલબ જંગલ મેં મોર નાચા કિસને દેખા…’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular