Wednesday, October 20, 2021
Homeગુજરાતનવરાત્રિ : અંબાજી ખાતે દુર્ગાઅષ્ટમી નિમિત્તે ભક્તો માતાજીના દર્શન માટે ઉમટ્યાં

નવરાત્રિ : અંબાજી ખાતે દુર્ગાઅષ્ટમી નિમિત્તે ભક્તો માતાજીના દર્શન માટે ઉમટ્યાં

યાત્રાધામ અંબાજી ખાતે દુર્ગાઅષ્ટમી નિમિત્તે મોટી સંખ્યામાં માઇભક્તો માતાજીના દર્શને આવી રહ્યા છે. નવલા નવરાત્રિના તહેવારમાં દુર્ગાઅષ્ટમીના દિવસે અંબાજી મંદિરમાં યજ્ઞનું આયોજન કરવામાં આવતું હોય છે.

દાંતા સ્ટેટના રાજવી પરિવાર દ્વારા આજે બુધવારે સવારે માતાજીના મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ અષ્ટમીના હવન માઇભક્તોના દર્શન માટે ચાલુ રહેશે. આજે સાંજે દુર્ગા અષ્ટમીના હવનની પૂર્ણાહીતી પણ દાંતા સ્ટેટના રાજવી પરિવાર દ્વારા કરવામાં આવશે.

ભટ્ટજી મહારાજે જણાવ્યું હતું કે, આસો મહિનાની નવરાત્રિ જે ખાસ નવરાત્રી કહેવાય છે. આ મંદિરની અંદર ચાચરચોકમાં પ્રતિ નવરાત્રિમાં અષ્ટમીનો હવન હોય છે.

જેનો લાભ બધા ભક્તો લઈ રહ્યા છે. કોરોના કાળમાંથી મુક્તી મળે અને માતાજી તમામને સુખી અને સમૃદ્ધિ રાખે એવી આશા રાખું છું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments