Wednesday, November 30, 2022
Homeગુજરાતમહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન

મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન

- Advertisement -

નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે વાર તહેવારમાં પોલીસ કર્મીઓ દિવસ રાત પોતાના પરિવારની ચિંતા કર્યા વિના પોતાની ફરજ બજાવતા હોય છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન પોલીસ કર્મીઓ તેમના પરિવારજનો સાથે નવરાત્રી મહોત્સવ માણી શકે એ માટે મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ દ્વારા નવરાત્રિનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ નોરતે જિલ્લા પોલીસ વડાએ આરતી ઉતારી ગરબાની શરૂઆત કરાવી હતી.

શહેરના અલગ અલગ વિસ્તારમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ પોલીસ પરિવાર અને જાહેર જનતા એક સ્થળે ગરબા રમી શકે તે માટે મોટા પાયે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ નોરતે જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી સહિતના પોલીસ કર્મીઓએ માતાજીની આરતી ઉતારી ગરબાની શરૂઆત કરાવી હતી. ગરબા દરમિયાન લોક ગાયિકા કાજલ મહેરિયાના સુરોના તાલે મહેસાણા પોલીસ પરિવાર અને પોલીસ કર્મીઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા હતા. આદ્યશક્તિ મા જગદંબા-ભવાનીના નવલાં નોરતાંનો આજથી આરંભ થયો છે. આસ્થાનું અનેરું પર્વ એટલે નવરાત્રિ જગતજનની મા અંબાની ભક્તિનું પર્વ આજે શરૂ થયું છે, ત્યારે મહેસાણા જિલ્લામાં અને શહેરમાં શ્રદ્ધાળુઓમાં ભાવ અને ભક્તિરસનો અનોખો માહોલ સર્જાયો છે. પ્રથમ નોરતે મહોલ્લા પોળ અને સોસાયટીઓમાં માતાજીની આરતી કરી ગરબાની શરૂઆત કરી હતી. જેમ જેમ નવલા નોરતાના દિવસો આગળ વધશે એમ નવરાત્રિનો રંગ જામશે.

આ નવ દિવસ દરમિયાનમાં શક્તિના વિવિધ સ્વરૂપોની પૂજા-અર્ચના સાથે માતાજીના ગુણગાન ગાવામાં આવે છે. આજથી શરૂ થતાં નવલાં નોરતાંમાં આબાલવૃદ્ધ સૌ કોઈ પોતાની શક્તિ એવી ભક્તિ મુજબ નોરતાંની ઉજવણી કરી હતી. યુવા વર્ગમાં ગરબી ખૂબ જ લોકપ્રિય છે, નવ દિવસ સુધી અવનવા વસ્ત્ર-અલંકારોથી સજી-ધજીને ગરબે રમવા યુંવાનો થનગની રહ્યાં હતા.

મહેસાણા શહેરના સમર્પણ ચોક ધોબી ઘાટ ચોકમાં માતાજીની પ્રતિમાની સ્થાપન કરી આરતી કરવામાં આવી હતી. જેમાં પાલિકા ચીફ ઓફિસર અલ્પેશ પટેલ, પ્રમુખ વર્ષે બેન પટેલ, ઉપ પ્રમુખ કાનજીભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular