Wednesday, September 28, 2022
Homeગુજરાતનવસારી : વિજલપુર વિસ્તારમાં જુગાર રમતા 6 ઈસમો ઝડપાયા

નવસારી : વિજલપુર વિસ્તારમાં જુગાર રમતા 6 ઈસમો ઝડપાયા

- Advertisement -

વિજલપુર વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિમાં વધારો થયો હોય તેમ અવારનવાર પોલીસ જુગારીઓને રંગે હાથ ઝડપી રહી છે. ત્યારે નવસારીની LCBની ટીમે વિજલપુર વિસ્તારમાં જુગાર રમતા 6 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે 53,510 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

વિજલપોરના આદર્શ નગર ગુલાબભાઈ પાટીલની ચાલીમાં પોલીસે રેડ કરી જુગાર રમતા 6 આરોપીઓને પકડી પાડ્યા હતા. LCBના PSIને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વિજલપોરના આદર્શ નગર વિસ્તારમાં જુગારની પ્રવુતિ શરૂ છે. જેને પગલે જુગારીઓ પોતાની બાજી બનાવે તે પહેલા જ LCB એ રેડ કરી બાજી બગાડી નાખી હતી. આ સમગ્ર કેસની તપાસ વિજલપુર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

​​​​​​​પકડાયેલા જુગારીઓ
​​​​​​​
વિશાલભાઇ વસાંતભાઇ સોનવણે
જ્ઞાનેશ્વર નતેસીગ ગીરાસે,
પ્રફુલ ઉદેસીગ ગીરાસે,
કૃપાલસિંહ ગીરાસે,
રજેસિગ ગીરાસે,
સોનુ મુન્નીલાલ શર્મા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular