Wednesday, January 19, 2022
Homeગુજરાતનવસારી : ખેતરમાંથી ત્રણ ઇન્ડિયન રોક પાયથનને એનિમલ સેવિંગ સોસાયટીએ રેસ્ક્યુ કરી...

નવસારી : ખેતરમાંથી ત્રણ ઇન્ડિયન રોક પાયથનને એનિમલ સેવિંગ સોસાયટીએ રેસ્ક્યુ કરી બચાવી લીધા

નવસારી જિલ્લાના કંબાડા ગામે ખેતરમાં કામ કરતા મજૂરને પાણી વાળતા સમયે સવારે 10 વાગ્યે પાઈપલાઈનમાં અજગર દેખાતા ખેત માલિક ભાવેશભાઈ રમણભાઈ પટેલ દ્વારા એનિમલ સેવિંગ સોસાયટી ઉનાઈ રહેતા સભ્યને ફોન કરી જાણ કરવામાં આવી હતી. જેથી એનિમલ સેવિંગ સોસાયટીના કૌશલ પટેલ સ્થળ ઉપર જતાં એમને અન્ય બે અજગર પણ મળી આવ્યા હતા. જેથી તેમણે અંદાજે 7, 9 અને 12 ફુટના ઇન્ડિયન રોક પાયથન નામના ત્રણ અજગરને કોઈપણ ઈજા ન પહોંચે તે રીતે પકડી પાડ્યા હતા. નોંધનીય છે કે અજગરનો વન્યજીવ સંરક્ષણ ધારા કલમ 1972ના સંરક્ષિત વન્યજીવ શિડ્યુલ એકમાં સમાવેશ થાય છે.

 

મજૂરને ખેતરમાં પાણીની પાઈપલાઈનમાં અજગર દેખાયો હતો. જેથી એન.જી.ઓ.ના સભ્યને બોલાવી અજગર બહાર કાઢવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. 1 અજગર પાઈન લાઈનમાં ફસાયેલો હતો અને અન્ય ખેતરાળીમાં છુપાયેલા હતા. એનિમલ સોસાયટીના સભ્યો સાગર પટેલ તથા જય પટેલને મદદ માટે બોલાવાયા હતા. જેમાં અનેક પ્રયત્નો છતાં અજગર બહાર ન નીકળતા ખેતરમાં ખોદકામ કરી પાઈપ લાઈન તોડીને વર્ષો જુની પાઈપ લાઈન હોવાથી અજગરને ઈજા ન થાય તે પ્રકારે તોડી નાખી અજગરને બહાર કઢાયો હતો. જો કે ખેતરમાં 6 કલાકની લાંબી શોધખોળ બાદ અન્ય બે અજગર પણ મળી આવ્યા હતા. જેમાં અંદાજે 12, 9, 7 ફૂટ લાંબા અજગર પકડી પડાયા હતા.

 

એનિમલ સેવિંગ સોસાયટીના સભ્ય ચિંતન મહેતા દ્વારા સ્થળનું લોકેશન, ફોટાગ્રાફ સામાજીક વનીકરણ વિભાગ નવસારી આર.એફ.ઓ. અલ્કેશભાઈ પટેલને મોકલાતાં સ્થળ ઉપર તેઓ વનવિભાગના સ્ટાફ સાથે હાજર રહ્યા હતા. જેમાં બે અજગર મળ્યા બાદ ફરી એન.જી.ઓ સભ્યએ ખેતરમાં તપાસ હાથ ધરતાં ત્રીજો અજગર પણ મળી આવ્યો હતો. નોંધનીય છે કે આ ત્રણેય અજગરની જરૂરી દાક્તરી તપાસ કરાવી વનવિભાગના સ્ટાફ સાથે રહી ઍન.જી.ઓ. દ્વારા જંગલમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular