Home નવસારી ચીખલી : મહિલા સરપંચને ૧૯૯૩ની કલમ ૫૭ હેઠણ સરપંચના હોદ્દા પરથી તાત્કાલિક દૂર...

ચીખલી : મહિલા સરપંચને ૧૯૯૩ની કલમ ૫૭ હેઠણ સરપંચના હોદ્દા પરથી તાત્કાલિક દૂર કરવા હુકમ : ટી.ડી.ઓ. ચીખલી 

0
237
ચીખલીનાં પીપલગભાણ મહિલા સરપંચને ૧૯૯૩ની કલમ ૫૭ હેઠણ સરપંચના હોદ્દા પરથી તાત્કાલિક  દૂર કરવા હુકમ કર્યો : ટી.ડી.ઓ ચીખલી 

ચીખલી તાલુકાના પીપલગભાણ ગામે આવેલી  ગ્રામ પંચાયત માંથી  સરકારના વિકાસના કામો માટે વાપરવાના ૧૪ માં નાણાપંચના પાંચ લાખ રૂપિયા મહિલા  તલાટીની જાણ બહાર ડુપ્લીકેટ સહી કરીને પાંચ લાખની ઉચાપતની ફરિયાદ મહિલા તલાટી અને ડેપ્યુટી સરપંચ દ્રારા ચીખલી પોલીસ સ્ટેશનથી લઈને ઉચ્ચ કક્ષા સુધી ફરિયાદ કરવામાં આવી હતી તેમ છતાં ભ્રષ્ટચાર કરનાર વ્યક્તિ પર કોઈ પણ પ્રકારની તપાસ હાથ ધરવામાં નહીં આવતા નવસારી જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો.

જ્યારે ચીખલી તાલુકા વિકાસ અધિકારી એ નવસારી જિલ્લા વિકાસ અધિકારીને પીપલગભાણ ગ્રામ પંચાયતના મહિલા સરપંચની  સમગ્ર બનાવની જાણ કરી હતી જેમાં પીપલગભાણ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વર્ષાબેન પટેલ દ્વારા ચેક પર ડુપ્લીકેટ સહી કરીને રૂપિયા પાંચ લાખની ઉચાપત કરી હતી જેમાંથી ચેક નંબર ૧૦૭૧૯૧  / જેમાંથી રૂપિયા ૧,૨૪,૯૭૦ પુરાનો ચેક શ્રી હિતેશ ભાઈ .એસ.પટેલના નામનો તેમજ બીજો ચેક નંબર ૧૦૭૧૯૨ જેમાંથી રૂપિયા ૩,૭૫,૦૩૦ પુરાનો ચેક શ્રી નિશિત જે.પટેલ ને આપ્યો હતો આમ કુલ રૂપિયા પાંચ લાખની ઉચાપત કરી હોવાનો મહિલા સરપંચ દ્રારા કબૂલ કરવામાં આવ્યું હતું જ્યારે લાંબી તપાસ બાદ  નવેક મહિના બાદ તારીખ – ૧૭-૧૨-૨૦૧૯ ના રોજ ચીખલી તાલુકા વિકાસ અધિકારીશ્રીએ  ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૭ હેઠણ પીપલગભાણ ગ્રામ પંચાયત ના મહિલા સરપંચ શ્રીમતી વર્ષા બેન જીતુભાઇ પટેલને સરપંચના હોદ્દા પરથી તાત્કાલિક દૂર કરવા માટેનો હુકમ કર્યો છે જ્યારે હાલમાં તાત્કાલિક  ઉપ સરપંચ નિકુંજ ભાઈ પટેલને ચાર્જ આપવા હુકમ કર્યો છે

રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by Live Score & Live Score App