નવસારી – ધોળાપીપળા નજીકથી વિદેશી દારૂ ભરેલ ટેમ્પા સાથે ચાલકને ઝડપી પાડ્યો, 7.56 લાખનો દારૂ કબ્જે કર્યો

0
18
ટેમ્પો સાથે ચાલકની ધરપકડ કરાઈ
  • ટેમ્પો સાથે 15.56 લાખનો મુદ્દા કબ્જે કરાયો
  • પોલીસે બે વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા
ટેમ્પો સાથે ચાલકની ધરપકડ કરાઈ

સીએન 24 ગુજરાત

નવસારી. ટેમ્પો સાથે 15.56 લાખનો મુદ્દા કબ્જે કરાયો પોલીસે બે વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા

નવસારી જિલ્લાના ધોળાપીપળા નજીકથી વિદેશી દારૂ ભરેલ ટેમ્પા સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. આ વિદેશી દારૂનો જથ્થો અંત્રોલીના ભૂરી ફળિયા ખાતે રહેતો લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડિયાએ મંગાવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ તેમજ ટેમ્પો મળી કુલ 15.56 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ઈશ્વર વાંસફોડિયા સહિત બે વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

અંત્રોલીનો લિસ્ટેડ બુટલેગર વોન્ટેડ જાહેર કરાયા

સુરત રેન્જ આઇજીના ઓપરેશન ગૃપના પોલીસ સ્ટાફના માણસો નવસારી જિલ્લામાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી મળતા ધોળાપીપળા ગામની સીમમાં ને.હા.નં-48 ઉપર વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો એક ટેમ્પો (GJ-12-BV-9841) આવતા તેને અટકાવ્યો હતો. ચાલક રામઅવતાર શામલે વિશ્વનાથ યાદવ (34) (હાલ રહે, ચમ્પાબેનની ચાલ, ચણોદ-વાપી, જી,વલસાડ, મૂળ રહે, દૂધારાગામ, યુ.પી) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પામાં તપાસ કરતાં પુઠાના બોક્ષમાંથી વિદેશી દારૂની 1092 બોટલ જેની કિંમત 7.56 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ચાલકની પૂછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો પલસાણા તાલુકાનાં અંત્રોલી ગામે ભૂરી ફળિયામાં રહેતા ઈશ્વર વાંસફોડિયાએ મંગાવ્યો હતો. આ દારૂનો જથ્થો વાપીથી ભરી અંત્રોલી ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે વિદેશી દારૂ તેમજ ટેમ્પો મળી કુલ 15.56 લાખનો મુદ્દામાલ કબ્જે કરી લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડિયા તથા આ દારૂનો જથ્થો ભરાવી આપનાર પ્રેમ યાદવ (રહે, ચણોદ-વાપી) ને વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here