નવસારી : જિલ્લામાં 18 કેન્દ્રો પર બે તબક્કામાં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા

0
1

નવસારી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા યોજાઇ હતી. જેમાં ગુજરાતી વહીવટી સેવા વર્ગ-1 ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને 2 ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2ની પ્રાથમિક કસોટીનું આયોજન નવસારી જિલ્લામાં કરવામાં આવ્યું હતું.

કર્મચારીઓ સહિત પોલીસ કર્મીઓએ કેન્દ્ર પર સોશિયલ ડિસ્ટન્સ સાથે પરીક્ષાનું આયોજન કર્યું

જેમાં કુલ 18 કેન્દ્રો પર બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કામાં કુલ 5188 પરીક્ષાર્થીઓમાંથી 2019 હાજર રહ્યા હતા. અને 3169 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અને બીજા તબક્કામાં 5188 પરીક્ષાર્થીઓમાંથી 1981 હાજર રહ્યા હતા. અને 3207 ગેરહાજર રહ્યા હતા. આ સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઇ હતી. જેમાં નવસારી શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત પોલીસ કર્મીઓએ 18 કેન્દ્ર પર બંદોબસ્ત સાથે સોશિયલ ડિસ્ટન્સ સાથે પરીક્ષાનું આયોજન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here