Saturday, February 24, 2024
Homeગુજરાતનવસારી : જલાલપોરમાં દીપડાએ વાછરડાનું મારણ કરતા ફફડાટ

નવસારી : જલાલપોરમાં દીપડાએ વાછરડાનું મારણ કરતા ફફડાટ

- Advertisement -

નવસારીના જલાલપોર વિસ્તારમાં ફરતા દીપડાએ એક વાછરડા ઉપર હુમલો કરી મારી નાખ્યું હતું. નવસારી શહેરના જલાલપોર વિસ્તારની વાડીઓમા કેટલાક દિવસોથી લટાર મારી રહ્યો છે. આજથી 15 દિવસ અગાઉ તો અહીંના અગ્રણી પરિમલ એન. પટેલ પોતાના ફાર્મ ઉપર જતા હતા ત્યારે ઓવાઈ ફળિયા નજીક દીપડાને નજરે જોયો અને કેમેરામાં પણ કેદ કર્યો હતો.

થોડા દિવસ દેખાયો નહીં. હવે પુનઃ દીપડો હજુ ફરી રહ્યાંના પ્રમાણ મળ્યાં છે. દીપડાએ એક વાછરડા ઉપર હુમલો કરી તેને મારી નાખ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે અગાઉ દીપડો દેખાયા બાદ વન વિભાગે પાંજરું તો મૂક્યું હતું પણ તેમાં મરઘી મૂકી હતી પણ મરઘી પણ ગાયબ થઇ ગયાનું જાણવા મળ્યું છે. જલાલપોરનો ઓવાઈ વિસ્તાર એ નવસારી શહેરનો જ એક ભાગ છે અને માનવ વસતી પણ મોટા પ્રમાણમાં રહેતી હોય દીપડાની લટારથી ચિંતા જોવા મળી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular