Wednesday, September 22, 2021
Homeનવસારી : કારગીલ વિજય દિવસ નિમિતે સૈનિક સ્કૂલના નિર્માણ માટે ધારાસભ્ય દ્વારા...
Array

નવસારી : કારગીલ વિજય દિવસ નિમિતે સૈનિક સ્કૂલના નિર્માણ માટે ધારાસભ્ય દ્વારા આશ્વાસન અપાયું

નવસારી જિલ્લામાં સૈનિક સ્કૂલ બનવા જઇ રહી છે,જે માટે નવસારીના માજી સૈનિક વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા 2013 થી પ્રયાસો હાથધર્યા હતા જેમાં તેમણે 2017માં સફળતા મળી અને સ્કૂલ બનવા માટે માર્ગ ક્લિયર થતા વહીવટી મંજૂરી મળી હતી ત્યારે આગામી ગણતરીના દિવસોમાં શાળાનું કાર્ય શરૂ થશે જેને લઈને કારગિલ વિજય દિવસ નિમિત્તે માજી સૈનિકો દ્વારા આજે નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈને મળીને કાર્ય વહેલી તકે આરંભાય તે માટે આશ્વાસન મેળવ્યું હતું. નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકાના પોસરા ગામ પાસે સૈનિક સ્કૂલ બનવા જઇ રહી છે, જેમાં ધોરણ 6 થી 12 માટે વિદ્યાર્થીઓ ભણશે,વિદ્યાર્થીઓને IMA (ઇન્ડિયન મિલિટરી એકેડમી) અને NDA (નેશનલ ડિફેન્સ એકેડમી) માં પ્રવેશ મેળવવામાં સહેલાઇ રહેશે. જે માટે નવસારીનું 14 સભ્યોનું પ્રતિનિધિ મંડળ ગત દિવસોમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ને મળી આવ્યું હતું,અને આગામી 3જી ઓગસ્ટ એ સી.એમ.વિજય રૂપાણીને મળવા જશે.

નવસારીના માજી સૈનિકો ના જણાવ્યા મુજબ ગુજરાત સહિત ભારતમાં આ એવી પહેલી સૈનિક સ્કૂલ છે જેનું સંચાલન માજી સૈનિકો કરશે આવા પ્રકારની સ્કૂલ હજી સુધી ભારતમાં કાર્યરત નથી તેવો દાવો કરવામાં આવ્યો છે. માજી સૈનિક જયંતિ ભાઈ નાયકના જણાવ્યા મુજબ 527 જેટલા ભારતના વીર સપૂતો એ લડાઈમાં જીત મેળવી હતી અને આ જીત મનોબળથી લડાઈ હતી જેને લઇને આજના આ યાદગાર પ્રસંગ ને લઈને અમે અમારા સંસ્મરણો વાગોળ્યા હતા. ધારાસભ્ય પિયુષ દેસાઈના જણાવ્યા મુજબ નવસારી સહિત ડાંગના આદિવાસી વિસ્તારના બાળકોને મિલેટ્રી સર્વિસમાં નોકરીની સરળતા માટે માજી સૈનિકો સંગઠન દ્વારા સ્વપ્નો જોવામાં આવ્યું છે અને તે માટે અમે સાંસદ સી.આર.પાટીલ થી લઈને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આ મામલે રજૂઆત કરી છે અને આગામી સમયમાં વિજય રૂપાણીને પણ રજૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે નવસારી જિલ્લા માટે આ સ્કૂલ ગૌરવ સમાન બની રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments