નવસારી : કસ્ટોડિયલ ડેથ કરનાર રવિની માતાએ કર્યો આક્રંદ

0
2

 

ચીખલી પોલીસ મથકમાં આપઘાત કરનાર રવિ જાદવની માતાએ વલોપાત કરી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યાં હતા. તેણીએ વલોપાત કરતાં જણાવ્યું હતું કે, મારો દીકરો વઘઈ છોડીને ગયો જ નથી તો ચોરી કરવા ક્યાંથી જાય? બુધવારની વહેલી સવારે પોલીસ મથકમાં ડી-સ્ટાફ કમ્પ્યૂટર રૂમમાં સુનિલ ઉર્ફે લાલુ પવાર (ઉ.વ.19, રહે. દોડીપાડા, તા.વઘઇ) તથા રવિ જાદવ (ઉ.વ. 19, રહે.વઘઇ નાકા ફળિયા) પંખાના હુક સાથે કેબલ વાયરથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા.

મૃતક રવિની માતા.
મૃતક રવિની માતા.

મૃતક રવિના ભાઈએ જણાવ્યું હતું કે મારા ભાઈને ત્રણ દિવસ પહેલા પોલીસ લઇ ગઇ હતી અને ગતરોજ તેઓ મળવા જતા પોલીસે માર્યું હોવાનું પણ રવિએ જણાવ્યું હતું. ત્રણ દિવસ પહેલા પોલીસે અટક કરી હોય અને આરોપી હોય તો કોર્ટમાં 24 કલાકની સમયમર્યાદામાં કેમ રજૂ કરવામાં ન આવ્યાં? શકમંદ આરોપીના પરિવારજનોને તથા સ્થાનિક પોલીસ મથકમાં સમયસર કેમ જાણ કરવામાં ન આવી ? ઉપરોક્ત બન્ને મૃતક યુવકની અટકાયત અંગે સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરાઈ હતી કે કેમ ? અને કરાઈ તો તે ક્યારે કરવામાં આવી ? તેવા અનેક સવાલો ઉભા થયા છે.

બે યુવાનના આપઘાતથી ચીખલી પોલીસ મથકે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો.
બે યુવાનના આપઘાતથી ચીખલી પોલીસ મથકે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો.

પોલીસે તપાસ હાથ ધરી

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ન્યાયાધીશ, એસડીએમ, એફએસએલના અધિકારીઓની ઉપસ્થિતિમાં ઇનકેસ ભરી સુરત સિવિલમાં પાંચ ડોકટરોની પેનલ દ્વારા ફોરેન્સિક પીએમની જવીજ હાથ હતી અને જ્યુડિશિયલ તપાસ સાથે આ બનાવમાં પોલીસની બેદરકારી અંગેની અલગથી તપાસ હાથ ધરી છે. ચીખલી પોલીસ મથકના ઇતિહાસમાં પ્રથમવાર બનેલી શરમજનક દુઃખદ ઘટનામાં જવાબદારીનો ટોપલો મહિલા પીએસઓ પળ ધોળવાનો પ્રયાસ કરાયો હતો.

આદિવાસી નેતાઓ ટેકે આવ્યાં

ખરેખર જે પોલીસકર્મીઓ આરોપીઓને લાવ્યાં હોય તેમણે જ સ્ટેશન ડાયરીમાં પીએસઓ પાસે નોંધ કરાવવી જોઈએ. સમગ્ર મામલો રાષ્ટ્રીય માનવ અધિકારી આયોગમાં પણ લઈ જવાની આદિવાસી સંગઠનના નેતાઓ ચીમકી ઉચ્ચારી હતી. ખરેખર પોલીસ મથકના વડા એવા જવાબદાર અધિકારીઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી થશે તે જોવું રહ્યું. ધારાસભ્ય નરેશભાઈ પટેલ,અનંત પટેલ, ભાજપના ડો.અમીતાબેન પટેલ, ડો.અશ્વિનભાઇ પટેલ સહિતના પોલીસ મથક ધસી આવી જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાની એસપીને રજૂઆત કરી હતી.

આદિવાસી યુવાનોમાં મોત બાબતે BTTSએ DYSPને રજૂઆત કરી હતી.
આદિવાસી યુવાનોમાં મોત બાબતે BTTSએ DYSPને રજૂઆત કરી હતી.

માતા-પિતાની છત્રછાયા ગુમાવતા સુનિલ કાકા અને ભાઇ સાથે રહેતો હતો

ગતવર્ષે સુનિલ પવારે તેના માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. તે મોટાભાઈ અને કાકાના ઘરે રહી છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગતરોજ બપોરથી ઘરે આવ્યો ન હતો. આજે ગામના સરપંચથી જાણવા મળ્યું હતું કે સુનિલનું ચીખલી પોલીસના લોકઅપમાં મૃત્યુ થયું છે. – મૃતક સુનિલના પાડોશીઓ

દોષિતો વિરુદ્ધ કાર્યવાહીની ખાતરી આપી છે

પોલીસ સ્ટેશનમાં બે યુવાન એક જ પંખા નીચે ફાંસો ખાઈ સ્યુસાઈડ કરે એ વાત લોકમાનસમાં શંકા ઉપજાવે એવી છે, ગળે ઉતરતી નથી. BTTS સંગઠન એવી માંગ કરે છે કે આ ઘટનામાં નિષ્પક્ષ તપાસ થાય દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને પરિવારને યોગ્ય ન્યાય તેમજ વળતર આપવામાં આવે. 3 દિવસમાં તપાસ પૂર્ણ કરી દોષિત વિરુદ્ધ પગલાં લેવા ખાતરી અપાઈ છે. – પંકજ પટેલ, પ્રમુખ, નવસારી BTTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here