નવસારી : વાંસદામાં સ્મૃતિ ઇરાનીના રાહુલ ગાંધી પર પ્રહાર, ‘તાકાત હોય તો ગુજરાતમાં ચૂંટણી લડી બતાવે’

0
10
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાહુલનું નિવેદન બન્યું પ્રચાર મુદ્દો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચારનો માહોલ જામી રહ્યો છે. ભાજપ દ્વારા ટોચના નેતાઓ પ્રચાર અર્થે આવી રહ્યાં છે. કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની બે દિવસના ચૂંટણી પ્રવાસે છે. આજે તેમની સભા નવસારીના વાંસદા યોજાઇ હતી. જેમાં તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા રાહુલ ગાંધીને ગુજરાતમાંથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો. આ સાથે જ તેમણે મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદનીને ભાજપના વિકાસકામો અંગે વાતો કરી હતી.

ચાયની ચાય અને પાણીનું પાણી થઇ જશે
આસામમાં કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધીએ ગુજરાતના વેપારીઓને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને રાહુલ ગાંધીને પડકાર ફેંકતાં જણાવ્યું છે કે, હું રાહુલ ગાંધીને કહું છું કે, તાકાત હોય તો ગુજરાતને અજમાવી જુઓ, તાકાત હોય તો અહીં ચૂંટણી લડીને બતાવો ત્યારે ચાઈની ચાય અને પાણીનું પાણી થશે.

ગઇકાલે કોંગ્રેસ કાર્યાલય પર ભાજપે હલ્લાબોલ કર્યો હતો
દરમિયાન રાહુલ ગાંધીએ ગુજરાતના વેપારીઓને લઇને કરેલી ટિપ્પણી પર ભાજપના કાર્યકરો ભડકી ઉઠ્યા છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસને રાહુલના આ નિવેદનને લઇને ઘેરી રહ્યું છે. ગઇકાલે નવસારી શહેર ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં વિજલપોર ખાતે આવેલા કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલય પર પહોંચીને રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવ્યા હતા અને પ્લે કાર્ડ બતાવી કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here