Friday, September 17, 2021
Homeનવસારી : કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ મૃતક યુવાનના પરિવારજનોની મુલાકાત કરી
Array

નવસારી : કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ મૃતક યુવાનના પરિવારજનોની મુલાકાત કરી

નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે શંકાસ્પદ આરોપીઓના શંકાસ્પદ મોતના મામલે કૉંગ્રેસના ધારાસભ્યો દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરવામા આવી છે. કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યો દ્વારા આજે બે મૃતકો પૈકીના એક યુવકના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. આવતીકાલે અપાયેલા ડાંગ બંધના એલાનને પણ ધારાસભ્યો દ્વારા સમર્થન આપવામા આવ્યું હતું.

મૃતક યુવાનો સુનિલ પવાર અને રવિ જાદવના પરિવારો આપઘાત આ અંગે શંકા સેવી રહ્યા છે, સાથે જ તમામ કસૂરવારોને માત્ર સસ્પેન્ડ કરવાથી કામ નહીં ચાલે પણ તેમના વિરુદ્ધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ પરિવાર અને આદિવાસી સમાજની રહેવા પામી છે. ત્યારે આજે વ્યારાના ધારાસભ્ય પુનાજી ગામીત માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત આદિવાસી સમાજના આગેવાનો રવિ જાદવના ઘરે દોરીપાડા ગામ જઈને પરિવારને સાંત્વના આપી હતી અને મૌન પાળી બંન્ને મૃતકના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી છે.

આવતી કાલે ડાંગ બંધનું એલાન સમગ્ર આદિવાસી સમાજ પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે એક જૂથ થઈને આવતીકાલે ડાંગ બંધનું એલાન કરવામાં આવ્યું છે, ત્યારે આ મામલે ધારાસભ્યોએ પણ બંધને સમર્થન આપી તમામ આદિવાસીઓને એકજૂટ થવા હાકલ કરી હતી. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના જણાવ્યા મુજબ મૃતક યુવાનોને ન્યાય અપાવવા માટે અમે જિલ્લા પોલીસ વડા કચેરી તથા કલેકટર કચેરી આવેદન આપી આવ્યા છે અને આજે અમે પીડિત પરિવારના ઘરે તેમને સાંત્વના આપવા માટે પહોંચ્યા છે અહીં કેટલાક આગેવાનો દ્વારા પીડિત પરિવારને લોભ લાલચ અને ધાક ધમકી આપે છે તેમને અમે જણાવવા માંગીએ છે કે સમગ્ર ગુજરાતના આદિવાસીઓ આ પરિવારની સાથે છે ચીખલી પોલીસે નોંધેલી FIR શંકાના દાયરામાં છે તેના પર મને વિશ્વાસ નથી પોલીસે જવાબદારો સામે સસ્પેન્શનની કામગીરી કરી તેમાં અમે ખુશ નથી તેમના વિરુદ્ધ એટ્રોસિટીની કલમ તથા માનવવધનો ગુનો દાખલ થાય તો જ મૃતકોને ન્યાય મળશે.

માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીના જણાવ્યા મુજબ આ માત્ર ડાંગની ઘટનાનો સવાલ નથી, સમગ્ર ગુજરાતમાં આદિવાસીઓ સાથે ભેદભાવ પૂર્ણ વર્તન થાય છે તેની સાબિતી આપે છે આદિવાસીઓ જળ જંગલ અને જમીનના હકો માંગે તો તમને નક્સલ સાબિત કરવામાં આવે છે અંબાજીથી ઉમરગામ સુધી વસેલા આદિવાસીઓ પર અત્યાચારો કરવામાં આવે છે આવતીકાલે ડાંગ બંધનું એલાન આપ્યું છે ત્યારે તમામ વેપારીઓને અને ડાંગ સમુદાયને અપીલ કરીએ છીએ કે આપણા સમાજના દુઃખમાં સહભાગી બનો અને અન્યને પણ અપીલ કરવામાં આવે છે કે જો વેપાર-ધંધા બંધ નહીં થાય તો આદિવાસી સેના તેમની રીતે કામ કરશે.

રૂઢિ ગ્રામ સભાના અધ્યક્ષ રમેશ પટેલના જણાવ્યા મુજબ અમે આ સમગ્ર પ્રકરણમાં દોષિતોને માનવ વધનો ગુનો અને એટ્રોસિટી એક્ટ હેઠળ કલમ દાખલ ન થાય તો ચુપ બેસવાના નથી, અમે તંત્રનો ઘેરાવો કરીશુ સાથે જ રાષ્ટ્રીય ધોરીમાર્ગને પણ જામ કરવાથી અમે ચૂકશું નહીં. મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈને પણ અમે અપીલ કરીએ છીએ કે સમાજ માટે અવાજ ઉઠાવો અને તેમને ન્યાય અપાવો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments